મહેસાણાના દેદીયાસણ નજીક શખ્સે ગૌ-માતાનો પગ કાપી નાખતા મોત

મહેસાણા
મહેસાણા

મહેસાણાના દેદીયાસણ ગામ નજીક અજાણ્યા કોઈ ઈસમોએ ઘાતક હથિયારો વડે ગાયનો પગ કાપી નાખવામાં આવતા કણસતી અને લગડાતી ગાય ગામ નજીક આવેલા જુના મહાદેવના મંદિર આગળ જઇ ફસડાઈ પડી હતી.સમગ્ર મામલે ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોએ એનિમલ હેલ્પ લાઈનને સંપર્ક કરતા ટીમ અને સ્થાનિક લોકો ભેગા મળી સારવાર આપી હતી.ગાયને ગંભીર ઇજા થતાં વધુ પડતું રક્ત વહી જતા તેનું મોત નીપજ્યું હતું.જેના કારણે જીવદયા પ્રેમીઓમાં અરેરાટીની લાગણી ફેલાઇ હતી.પવિત્ર અધિક માસમાં અજાણ્યા કોઈ ઈસમોએ નિર્દયી પણે હુમલો કરતા અબોલા જીવે પોતાનો જીવ ગુમાવ્યો હતો.બાદમાં જીવ દયા પ્રેમીઓએ ગાયના મૃતદેહને દફનાવવાનો નિર્ણય કરતા વિશાળ ખાડો ખોડી જેસીબી દ્વારા ઉડા ખાડામાં ગાયને દફનાવવામાં આવી હતી.ત્યારબાદ ગાય પર માટી મીઠું નાખી પુરાણ કરાયું હતું.જોકે આ પ્રકારે અજાણ્યા ઈસમોએ તીક્ષ્ણ હથિયાર વડે ગાયનો પગ કાપી નાખી તેને મોતને ઘાટ ઉતારી દેતા સ્થાનિક લોકો અને પશુ પ્રેમીઓમાં નારાજગી જોવા મળી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.