ઊંઝામાં હિટ એન્ડ રનની ઘટના, રોડ પર ચાલતી જતી યુવતીને રીક્ષા ચાલકે ફંગોળી
ઊંઝા શહેરમાં હિટ એન્ડ રનની ધટના સામે આવી છે. ઊંઝા શહેરમાં આવેલી આંખની હોસ્પિટલ નજીક આ હિટ એન્ડ રનની બની ધટના બની હતી. અહી એક યુવતી રસ્તા પર ચાલી રહી હતી ત્યારે એક રિક્ષા ચાલકે અચાનક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી રોડ પર ચાલતી જતી યુવતીને ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જોરદાર ટક્કરથી યુવતી રોડ પર પટકાઈ હતી. અને તે ઈજાગ્રસ્ત થઇ હતી જે બાદ તેને સારવાર અર્થે સૌ-પ્રથમ ઊંઝા હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. ત્યારબાદ ગંભીર ઈજાઓ જણાતાં વધુ સારવાર માટે મહેસાણા રેફર કરવામાં આવી હતી.
મહત્વનું છે સમગ્ર ધટના સીસીટીવીમાં કેદ થવા પામી છે. જેના આધારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Tags hit and run india Rakhewal