વિસનગરની રસપાર્ક સોસાયટીમાં મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગે હિન્દુ પરિવારે મામેરું ભર્યું

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં આવેલી રસપાર્ક સોસાયટીમાં રહેતા અને વિજાપુર તાલુકાના ઉબખડ ગામના એકમાત્ર મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગે હિન્દુ પરિવારે મામેરું ભરી કોમી એકતાનુ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વર્ષોથી ત્રણ પેઢીથી હિન્દુ અને મુસ્લિમ પરિવાર વચ્ચે પારિવારિક સંબધો હતા. જેમાં મુસ્લિમ સમાજના ભાણિયાના લગ્ન પ્રસંગે હિન્દુ પરિવારે 50551 રૂપિયાનુ મામેરું ભર્યું હતું. જ્યાં હિન્દુ પરિવારે મામેરું ભરી મામાની ફરજ નિભાવી માનવતાનો સુવાસ પ્રસરાવી કોમી એકતાની મિસાલ કાયમ રાખી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અનોખી પહેલ કરી છે.વિજાપુર તાલુકાના ઉબખડ ગામમાં છેલ્લા 20 વર્ષથી સ્વ.અબ્બાસભાઈ મનસુરીનો પરિવાર રહેતો હતો. જેમાં ગામના જીરૂજી મગનજીભાઈ બાળદના પરિવાર સાથે છેલ્લા ત્રણ પેઢીની પારિવારિક સંબંધો હતા. જેમાં બંને હિન્દુ અને મુસ્લિમ પરિવારો એકબીજા સાથે નજીક રહેતા હતા અને સારા મિત્રો પણ હતા. જેમાં ત્રીજી પેઢીએ સ્વ.અબ્બાસભાઈ મનસુરીની નાની દીકરી તાહેરાબેનનો પુત્ર માહિઝ મનસુરી જીરૂજી બાળદને નાનપણથી મામા કહેતો હતો.

જ્યાં વિસનગરની રસપાર્ક સોસાયટી ખાતે યોજાયેલા તાહેરાબેન મનસુરીના દીકરા માહીઝના લગ્ન પ્રસંગે ઊબખડ ગામના જીરૂજી મગનજી બાળદ સહિત પાંચેય ભાઈઓએ મળી ભાણિયાના લગ્નમાં 50551 રૂપિયાનુ મામેરું ભરી મામાની ફરજ નિભાવી હતી.જેમાં હિન્દુ પરિવાર મુસ્લિમ સમાજના લગ્ન પ્રસંગે મામેરું ભરી કોમી એકતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમાં લગ્ન પ્રસંગમાં મામેરું ભરી માનવતાનો સુવાસ પ્રસરાવી કોમી એકતાની મિસાલ કાયલ કરી વિસનગરમાં કોમી એકતાનુ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.