![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2022/08/Rakhewal-223.jpg)
મહેસાણા શહેરમાં ભાઈ સાથે ઘરે જઈ રહેલી યુવતીને અજાણ્યા કારચાલકે ટક્કર મારી
મહેસાણા શહેરમાં આવેલા ગાયત્રી મંદિર સામે આવેલ સવૈયાનાથ સોસાયટીમાં રહેતી યુવતી ગાંધીનગરથી નોકરી પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે આવવા નીકળી હતી. જ્યા યુવતી મહેસાણાના પરા ટાવર ઉતરી પોતાના ભાઈ સાથે ચાલીને સમર્પણ ચોકથી ધોબીઘાટ જવાના રોડ પર રાત્રી દરમિયાન જઇ રહ્યા હતા ત્યારે પાછળથી એક સફેદ કલરની સ્વીફ્ટ જેવી ગાડીએ યુવતીને ટક્કર મારી ફરાર થઈ ગઈ હતી.
અકસ્માત થયાની જાણ આસપાસના લોકોને જાણ થતાં લોકો ભેગા થઈ ગયા હતા તેમજ યુવતીના પરિવારને જાણ કરવામાં આવત્તા તેનો ભાઈ પણ ઘટના સ્થળે દોડી આવી બાદમાં રીક્ષા મારફતે યુવતીને મહેસાણા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં આગળ યુવતીને અકસ્માતમાં કપાળના ભાગે 3 ટાંકા તેમજ પગના ભાગે અને ઢીંચણના ભાગે ઈજાઓ પહોંચી હતી. બાદમાં યુવતીએ મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ગાડી ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.