મહેસાણાના અટલ સ્પોર્ટસ સેન્ટર સામે આવેલ ડી.પીમાં આગ લાગી

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમા આજે દિવસ દરમિયાન આગની બે ઘટના સામે આવી.જેમાં સવારે બિલાડીબાગ પાસે આવેલ રામનગર સોસાયટીમાં મકાનમાં એકાએક આગ લાગતા સમાન બળીને ખાખ થઈ ગયો હતો.ત્યારબાદ સાંજે ચાર કલાકે શહેરમાં આવેલા અટલ સ્પોર્ટ સેન્ટર પાસે આવેલ ડીપી માં એકાએક આગ લાગતા પાલિકાના ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો હતો.મહેસાણા શહેરમાં આગની બીજી ઘટના સામે આવી શહેરના સોમનાથ રોડ વિસ્તારમાં આવેલા અટલ સ્પોર્ટ સામે આવેલ ડીપીમાં અગમ્ય કારણોસર આગ લાગતા અટલ સ્પોર્ટના નિકુંજ ભાઈ પટેલે ઘટના અંગે મહેસાણા પાલિકાના ફાયર વિભાગ ને જાણ કરતા પાલિકાના ફાયર કર્મીઓ મીની ફાયર લઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બાદમાં જી.ઇ.બીના કર્મીઓને જાણ કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવી પાઈટ કટ ઓફ કર્યા બાદ પાલિકા ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે સૌ પ્રથમ લાઈટનો પ્રવાહ ચાલુ હોવાને કારણે આગ પર રેટ નાખી આગ બુજવવા પ્રયાસ કરાયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.