મહેસાણામાં ઓડી કારમાં અચાનક આગ ભભૂકી

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરમાં બુધવારે બપોરે અચાનક એક લકઝુરીયસ કારમાં આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કારમાં અચાનક આગ લાગતાં અફરાતફરીના માહોલ વચ્ચે આસપાસમાંથી લોકોના ટોળાં એકત્ર થઇ ગયા હતા. જે બાદમાં પાલિકાના ફાયર ફાઇટર દ્રારા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી હતી.

મહેસાણાના તોરણવાડી ચોકમાં બપોરના સમયે એક ઓડી કારમાં આગ લાગી હતી. સેવા કેન્દ્રની સામે અચાનક આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં પાલિકાની ફાયર ફાઇટર ટીમ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હોઇ ફાયર વિભાગની ટીમે તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવી લીધો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.