વિસનગરમાં રાજપૂત સમાજ દ્વારા સન્માન સમારોહ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં આવેલ પી.જે.ચાવડા ખાતે વિસનગર શહેર રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ તેમજ વિસનગર શહેર અને તાલુકા રાજપૂત સમાજના સરકારમાં નવીન નિમણૂક પામેલા યુવક-યુવતીઓ તેમજ નિવૃત્ત વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યકમમાં રાજપૂત સમાજના 200 જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં કાર્યકમમાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, એકવાર સમય એવો હતો કે તલવાર ચાલતી હતી.વિસનગર શહેર અને તાલુકા રાજપૂત સમાજ દ્વારા શેઠ શ્રી પી.જે.ચાવડા હાઇસ્કુલ ખાતે વિસનગર શહેર રાજપૂત સમાજના તેજસ્વી તારલાઓને ઈનામ વિતરણ તેમજ વિસનગર શહેર તાલુકા રાજપૂત સમાજના નવીન નિમણૂક પામેલા યુવક-યુવતીઓ તેમજ નિવૃત વડીલોનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં આ કાર્યકમમાં સમાજના ધોરણ 1થી 12, તેમજ સ્નાતક, અનુસ્નાતકમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં આ કાર્યક્રમ થકી સમાજને નવી દિશામાં લઈ જવા માટે, બાળકોને નવી શિક્ષણ ટેકનોલોજી શીખવવા માટે આયોજન કરાયું હતું. જેમાં શાળા ખાતે અદ્યતન લાયબ્રેરી બનાવવામાં આવશે. સાથે સાથે દાતાઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યકમમાં સમાજના આગેવાનો, વડીલો, બહેનો અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


આ કાર્યકમમાં ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહ રાજપૂત, વિજાપુર ધારાસભ્ય સી.જે.ચાવડા, જયરાજસિંહ પરમાર ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ પ્રમુખ, કનકસિંહ ટી.ચાવડા કાર્યકારી પ્રમુખ ઉત્તર ગુજરાત રાજપૂત સમાજ, દિનેશસિંહ ચૌહાણ, ડીવાયએસપી વિસનગર, દેવાંગ રાઠોડ પ્રાંત અધિકારી વિસનગર, પ્રિયંકા ચાવડા નાયબ મામલતદાર વિસનગર, એવોર્ડ વિજેતા રજુજી પરમાર, જયદીપસિંહ પરમાર સરકારી વકીલ, બળવંતસિંહ રાઠોડ કનવીનર વિસનગર રાજપૂત સમાજ સહિત સમાજના આગેવાનો હાજર રહ્યા હતા.આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સમાજના તેજસ્વી તારલાઓ તેમજ સમાજની પ્રતિષ્ઠિત જગ્યાઓ પર ફરજ બજાવતા મહાનુભાવોનું સન્માન શહેર સમાજ દ્વારા રાખવામાં આવ્યું છે. જેમાં વિસનગરના સમાજના આગેવાનોએ સમાજને એકજૂથ રાખવાનો ભગીરથ પ્રયાસ કર્યો છે. સી.જે. ચાવડા તો સમાજનું ઘરેણું છે અને વિજાપુરમાંથી અઘરી લડાઈમાંથી પણ જીતીને આવ્યા છે. ભૂતકાળમાં પણ રાજપૂત સમાજે હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવાનું કામ કર્યું હતું. એકવાર એવો સમય હતો કે જ્યારે તલવાર ચાલતી હતી, પરંતુ અત્યારે પેન ચાલે છે.ઉદ્યોગ અને શ્રમ રોજગાર મંત્રી અને સમાજના ભામાશા બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, વિસનગર રાજપૂત સમાજ જે કામગીરી કરી રહ્યો છે તેને હું બિરદાવું છું. આવનાર સમય કેવો આવનાર છે આપણે શું કરવાનું છે. 21મી સદીએ ટેકનોલોજીનું સદી છે. જેમાં ટેકનોલોજી સાથે ચાલવું પડશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.