![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2024/08/ઊંઝા-નગરપાલિકા-hed.jpg)
ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતી ગાયોને પકડવાની ઝુંબેશ હાથ ધરાઈ
બે દિવસમાં ૧૩૦ ઢોરોને ડબ્બે પુરાયા : ઊંઝા શહેરમા ચોમાસા દરમિયાન રખડતા ગાયો સહિત ઢોરોનો ત્રાસ વધી જાય છે. ઘણીવાર રોડ વચ્ચે ગાયો બેસી જતા અકસ્માત થવાની સંભાવના વધી જાય છે. તેમજ પસાર થતાં રાહદારીને ઇજા પહોંચવાની પ્રબળ શક્યતા જોવા મળતી હોય છે. ઊંઝા નગરપાલિકા દ્વારા રખડતા ગાય સહિત ઢોરને પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. ઊંઝા પાલિકા દ્વારા શહેરનાં રાજમાર્ગો પર કે સોસાયટીના નાકે, રોડ પર સહિત અડચણરૂપ થતાં સ્થળોએ અડિંગો જમાવીને બેસી ગયેલ ગાયોને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેમાં હાલ બે દિવસમાં ૧૩૦ જેટલી ગાયોને પકડી ડબ્બે પૂરવામાં આવી છે. બાદમા ઊંઝા પાંજરાપોળ ખાતે મૂકવામાં આવી રહી છે. પકડાયેલા પશુઓમાં ૧૮ આખલાઓ સહિત ગાયો અને વાછરડાઓનો સમાવેશ થાય છે.