વિસનગરના ધામણવા ગામે બે પક્ષો વચ્ચે મારામારી થતા સામ સામે 8 શખ્સો વિરુદ્ધ ફરીયાદ દાખલ

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના ધામણવા ગામે જૂના ઝઘડા બાબતે બોલાચાલીમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં બે પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બંને પક્ષો વચ્ચે મારા મારી થતાં 7ને ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઈ સામસામે 8 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તાલુકાના ધામણવા ગામના અજીતજી ઉર્ફે ભોયો ગાભાજી ઠાકોરે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત રોજ મહોલ્લામાં ઠાકોર દશરથજી મગજીની દુકાન આગળ તેમના કુટુંબી ભાઈ ઠાકોર કિશન નેનાજી, ઠાકોર નેનાજી હીરાજી તેમજ ઠાકોર ટીનાજી સોમાજી બધા હાજર હતા અને ઠાકોર નેનાજીને બે દિવસ અગાઉ ઝઘડા બાબતે ઠપકો આપતા હતા. તે દરમિયાન રસ્તામાંથી ઠાકોર સંજયજી જીગાજી ત્યાંથી નીકળ્યો હતો. જ્યાં થોડીવાર બધા ઊભા હતા તે દરમિયાન ઠાકોર જગાજી પુંજાજી, ઠાકોર અલ્પેશજી પુજાજી હાથમાં લાકડી અને ધારિયું લઈ આવી અપશબ્દો બોલવા લાગ્યા હતા. જ્યાં અપશબ્દો બોલવાની ના પાડતા લાકડી વડે માર મારવા લાગ્યા હતા. જ્યાં ત્રણેયને માર મારતા હોબાળો મચી જતા ઠાકોર જગાજીની પત્ની ઉષાબેન તથા તેમની માતા ભીખીબેન વચ્ચે પડી અપશબ્દો બોલવા લાગી હતી. જ્યાં માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. જેથી ત્રણેયને ઈજા પહોંચતા સારવાર અર્થે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જેથી આ બનાવ અંગે 2 મહિલા સહિત 4 વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.જ્યારે સામે પક્ષે જીગાજી પૂંજાજીએ તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે,ગતરોજ ઘરે હાજર હતા. તે દરમિયાન ગામના વતની ઠાકોર નેનાજી હીરાજી અને તેમનો દીકરો કિશનજી નેનાજી દુકાન આગળ ઊભા રહી અપશબ્દો બોલતા હોવાની જાણ જીગાજીના દીકરા ઠાકોર સંજયજીએ કરતા નાના દીકરા અલ્પેશ સાથે ત્યાં જઈ અપશબ્દો કેમ બોલો છો કહી ઉશ્કેરાઈ જઈ ઠાકોર નેનાજી હીરાજી, ઠાકોર કિશન નેનાજી, ઠાકોર જશુજી રવાજીએ હાથમાં લાકડીઓ અને લોખંડની કોસ લઈ આવી પિતા-પુત્રને માર મારવા લાગ્યા હતા. જેમાં જીગાજીને માથામાં કોસ વાગતા ઇજાગ્રસ્ત થયા હતા. તે દરમિયાન હોબાળો મચી જતા પત્ની ઉષાબેન તેમજ માતા ભીખીબેન વચ્ચે છોડાવવા પડતાં ઉપરાણું લઈ આવેલ ઠાકોર ટીનાજી સોમાજીએ ગડદાપાટુંનો માર માર્યો હતો અને તમામ ચારેય શખ્સોએ મળી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.જેથી ચારેયને ઇજા પહોંચતા મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ આ બનાવ અંગે ઠાકોર કિશન નેનાજી, ઠાકોર નેનાજી હીરાજી, ઠાકોર જશુજી રવાજી તેમજ ઠાકોર ટીનાજી સોમાજી વિરૂદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.