વિસનગરની આદર્શ વિદ્યાલયમાં વિધવા માતાઓનો સન્માન સમારોહ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે વિધવા માતાઓનો સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળામાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓના પિતા અવસાન પામ્યા હોય તેવા વિદ્યાર્થીઓની માતાઓનું તેમના જ બાળકોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક સમાજમાં વિધવા માતાઓનુ સન્માન જળવાઈ રહે, તે માટે આદર્શ વિદ્યાલય દ્વારા આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. જેમાં વિધવા માતાઓને તેમના જ બાળકોના હસ્તે પૂજા કરાવી અને કીટ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શાળાની શિક્ષિકા બહેનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાની વિધવા માતાની આરતી ઉતારી પૂજા કરતા માતાઓના આંખમાંથી આંસુ સરી પડ્યા હતા.


સમાજમાં વિધવા માતાઓને લઇને અંધશ્રદ્ધામાં માનવામાં આવે છે. જે વિધવા માતાઓના હસ્તે શુભ પ્રસંગે કામ કરાવવામાં આવતું નથી અને અશુભ માનવામાં આવે છે. જેથી આ અંધશ્રદ્ધાને દુર કરવા માટે તેમજ સમાજમાં વિધવા માતાઓને સન્માન મળે અને લોકો સુધી સારો સંદેશ મળે તે હેતુથી વિસનગરમાં અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય ખાતે વિધવા માતાઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં 23 વિધવા માતાઓનું તેમના બાળકોના હસ્તે હાર પહેરાવી, આરતી ઉતારી અને તેમના ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લેવામાં આવ્યું હતા. જેમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિધવા માતાઓને કીટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.જે આ કાર્યકમમાં આદર્શ વિદ્યાલયના આચાર્ય દિનેશ ચૌધરીએ શાળાના તમામ વિદ્યાર્થીઓને સમાજમાં વિધવા માતાઓનું સન્માન કરવામાં આવે તેમજ કોઈપણ શુભ કાર્ય વિધવા માતાઓના હસ્તે કરાવવામાં આવે તેવી અપીલ કરી હતી. આ કાર્યકમમાં આદર્શ વિદ્યાલયના આચાર્ય, તમામ સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.