વિસનગરની તાલુકાના પુદગામની સીમમાં 25 લાખથી વધુના દારૂ પર બુલડોઝર ફરી વળ્યું

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના પુદગામની સીમમાં વિસનગર શહેર અને વિજાપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે. જેમાં 25,88,937 કિંમતની 16961 બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાંત અધિકારી, મામલતદાર, ડીવાયએસપી, નશાબંધી અને આબકારી અધિકારી, વિસનગર શહેર અને વિજાપુર પોલીસ સ્ટેશનના પીઆઇ હાજર રહ્યા હતા.


વિસનગર ઊંઝા રોડ પર તિરૂપતિ નેચરલ પાર્ક નજીક આવેલ પુદગામની સીમમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશન તેમજ વિજાપુર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનામાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. જેમાં વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં 24 ગુનામાં ઝડપાયેલ 13,72,336 કિંમતની 8830 બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો જ્યારે વિજાપુર પોલીસ સ્ટેશનમાં 15 ગુનામાં ઝડપાયેલ 1216601 કીંમતની 8131 વિદેશી દારૂની બોટલોનો નાશ કરવામાં આવ્યો હતો. જે બંને પોલીસ સ્ટેશનના મળી કુલ 25,88,937ની 16961 વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો.જેમાં પ્રાંત અધિકારી દેવાંગ રાઠોડ, મામલતદાર, ડીવાયએસપી દિનેશસિંહ ચૌહાણ, નશાબંધી અને આબકારી અધિકારી પીંકાબેન ચૌધરી, વિસનગર શહેર પી.આઇ ઓ.પી.સિસોદિયા, વિજાપુર પી.આઇ એમ.એમ.વરચંદની હાજરીમાં દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.