કડીમાં બાઈક ચાલકે સાયકલ સવાર બાળકને ટક્કર મારી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે પ્રાથમિક શાળામાં ભણતો ધોરણ 6નો વિદ્યાર્થી શાળા છૂટ્યા બાદ સાયકલ લઈને પોતાના ગામ બલાસર તરફ જઈ રહ્યો હતો. જે દરમિયાન લક્ષ્મીપુરા કેનાલ નજીક પહોંચતા અજાણ્યો બાઈકચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. જ્યાં અકસ્માત સર્જાતા વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીને ફ્રેક્ચર થતા મહેસાણા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ઘટનાને લઇ કડી પોલીસે ફરિયાદ નોધી કાર્યવાહી કરી હતી.

કડી તાલુકાના બલાસર ગામે રહેતા મેરુજી ઠાકોર પોતે રાજપુર ખાતે પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે અને બલાસર ગામમાં પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર સંદીપ ધોરણ 6માં લક્ષ્મીપુરા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે. સંદીપ મેરુજી ઠાકોર પોતાના ગામેથી સાયકલ લઈને કડી તાલુકાના લક્ષ્મીપુરા ગામે અભ્યાસ સારું જાય છે.

મેરુજી ઠાકોરનો પુત્ર સંદીપ ઠાકોર પોતાની શાળાએ જવા માટે જ 11 વાગ્યે લક્ષ્મીપુરા ગામે સાયકલ લઈને પહોંચ્યો હતો અને શાળા છૂટ્યા બાદ સાંજે 5:00 વાગ્યે પોતાના ઘરે આવવા માટે સાયકલ લઈને નીકળ્યો હતો. ત્યારે લક્ષ્મીપુરાથી નીકળી સાયકલ લઈને નર્મદા કેનાલ પાસે પહોંચતા અજાણ્યા બાઇક ચાલકે તેને ટક્કર મારી હતી. જેથી સાયકલ લઈને વિદ્યાર્થી રોડ ઉપર પછડાયો હતો. અકસ્માત સર્જી બાઈકચાલક ત્યાંથી ફરાર થઈ ગયો હતો.

અકસ્માત સર્જાતા વિદ્યાર્થીના પરિવારજનોને જાણ કરવામાં આવી હતી. જ્યાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બાળકને કડી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને વધુ સારવાર માટે તેને મહેસાણા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. વિદ્યાર્થીને હાથે ફ્રેક્ચર થતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. ઘટનાને લઇ અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ કડી પોલીસે ગુનો દાખલ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.