કડીમાં પ્રથમ વખત 5 દિવસીય મહિલા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ

મહેસાણા
મહેસાણા

કડી નગરપાલિકા અને JCI ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા 5 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. કડીમાં “સ્વચ્છતા હી સેવા”, મહિલા સશક્તિકરણના ઉદ્દેશ અને વિકસિત ભારતના સંકલ્પ સાથે કડી નગરપાલિકા અને JCI ચેરીટેબલ ટ્રસ્ટ કડી દ્વારા કડી શહેર તેમજ તાલુકામાં પ્રથમ વખત વુમન ક્રિકેટ નાઈટ ટુર્નામેન્ટનું પાંચ દિવસીય આયોજન કરવામાં આવેલું છે.કડી નગરપાલિકાના સામે પાલિકાના મેદાનમાં JCI કડી તેમજ નગરપાલિકા દ્વારા વુમન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ ગુરુવારે રાત્રે ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી આતશબાજી સાથે નાઈટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવેલ JCIના પ્રેસિડેન્ટ ઉષા દિનેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તેમજ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેન વિનોદ પટેલે જણાવ્યું હતું કે, બહેનોનું મનોરંજન પૂરું પાડવા માટે જેસીઆઈ દ્વારા સુંદર આયોજન કરવામાં આવેલ છે જે બદલ હું તેમને અભિનંદન પાઠવું છું. કડી નગરપાલિકામાં ઉત્સાહી કોર્પોરેટરો છે સંયુક્ત ઉપક્રમે આવાજ કાર્યક્રમો કરતા રહો તેવી આશા અને અપેક્ષા રાખું છું. જે બહેનોએ ભાગ લીધો છે તેમને હું ધન્યવાદ આપું છું. ઉષાબેને આ ઉત્સાહથી આ બહેનોનો એક કાર્યક્રમનું આયોજન કર્યું છે તે બદલ પાલિકાના કોર્પોરેટરોને હું અભિનંદન પાઠવું છું અને આજે બહેનો માટે જે કાર્યક્રમ યોજ્યો તે શારીરિક બહેનોને ફાયદો થશે અને કડી શહેરને પણ મનોરંજન પૂરું પડશે.


કડી નગરપાલિકાના સામે આવેલ પાલિકાના મેદાનમાં 5 દિવસીય જીસીઆઈ દ્વારા વુમન નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે. આ 5 દિવસ ચાલનાર નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહિલાઓની 16 ટીમોએ ભાગ લીધો છે. દરરોજ ત્રણ ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલું છે. તેમજ જે મહિલા ક્રિકેટ ટીમ જીતે તેમને પ્રશાહિત ઇનામ આપવાનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે નગરપાલિકાના કોર્પોરેટર નીતિન કાંતિલાલ પટેલ દ્વારા તમામ ટ્રોફીના દાતા રહ્યા છે. ઉદ્ઘાટન સમારોહમાં 16 ટીમો હાજર રહી હતી તેમજ મેદાનમાં દેશભક્તિના ગીતો સાથે ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ઉદ્ઘાટન પ્રસંગમાં કડી પાલિકાના કોર્પોરેટરો તેમજ કડી JCIના સદસ્યો હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.