વિજાપુરના ગવાડા ગામે વરસતા વરસાદમાં વીજળી પડતા 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો

મહેસાણા
મહેસાણા

જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે શુક્રવારે પડેલા વરસાદના કારણે વિજાપુર પંથકમાં ઠંડક પ્રસરી હતી. ક્યાંક ધીમી ગતિ એ તો ક્યાંક તેજ ગતિએ વરસાદ પડ્યો હતો. વિજાપુર પંથકમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. વરસાદની સાથે સાથે કડાકા ભડાકા સાથે વીજળી પડવાની ઘટના પણ સામે આવી છે.

વિજાપુર તાલુકામાં આવેલા ગવાડા ગામે રાવલ વાસ વિરુભાઈની ખડકીની આગળ વરસતા વરસાદની વચ્ચે અચાનક કડાકાભેર વીજળી પડી હતી. જેથી જમીનની અંદર આશરે 15 ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ પહોંચી ન હતી. ઘટનાની જાણ રહીશોને થતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

મહેસાણા જિલ્લામાં બે દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વિજાપુર તાલુકામાં આવેલા ગવાડા ગામે વરસતા વરસાદની વચ્ચે અચાનક કડાકાભેર વીજળી પડતા જમીનની અંદર આશરે 15 ફૂટ જેટલો ખાડો પડી ગયો હતો. જોકે, સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.