મહેસાણા જિલ્લામાં રવિ ઋતુમાં સિઝન માટે અનુકૂળ રાઈના બિયારણની 9653 કિટોનું ખેડૂતોને વિતરણ કરાયું

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે ખરીફ ઋતુમાં કપાસ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં પેરાવિલ્ટની અસર જોતા કપાસમાં 15 થી 17 ટકા જેટલા પાકમાં સુકારાની અસર જોવા મળી હતી. ત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા રવિ ઋતુમાં અનુકૂળ બિયારણની કીટ ખેડૂતોને આપવાની શરૂ કરાઈ છે. જેમાં જિલ્લામાં 9653 જેટલી કિટો અપાઈ ચુકી છે.

મહેસાણા જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું કે, ચાલુ સાલે ખરીફ ઋતુમાં કપાસ પાકમાં પેરાવિલ્ટની અસર જોતા કપાસ પાકમાં થોડો સુકારો જોવા મળ્યો હતો. 15 થી17 ટકા સુકારાની અસર જોવા મળી હતી. જેથી ચાલુ સીઝનમાં રવિ ઋતુમાં સરકાર દ્વારા GM3 વેરાયટી માટે એટલે કે રવિ સિઝન માટે અનુકૂળ રાઈની બિયારણની કીટ આપી છે. જે જિલ્લામાં 9653 જેટલી કીટ આપવામાં આવી છે. તે કીટ આવી ગઈ છે અને તેનું વિતરણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે તે પૈકી જિલ્લાના મુખ્ય પાક રાઈ વાવેતર કરતા વિસનગર, બેચરાજી, કડી અને ખેરાલુ તાલુકામાં વિતરણ કરાયું છે, આમ જિલ્લામાં 9600 ઉપરાંત કિટોનું વિતરણ પૂર્ણ કરાયું છે.ચાલુ સીઝનમાં જિલ્લા ખેતીવાડી વિભાગની આગોતરા આયોજન અને સમય બદ્ધ સૂચના મુજબ બિયારણની કીટ મળી છે અને હવે રાઈ સિઝનનું વાવેતરનો સમય 15 ઓક્ટોબર થી 25 ઓકટોબર દરમિયાન થવાનો છે. એ પહેલા બિયારણની કીટ ખેડૂત જશે જેથી સમયસર વાવણી પૂર્ણ થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.