ધરોઈ ડેમમાં 90.85 ટકા જળ પુરવઠો એકત્રિત થયો

મહેસાણા
મહેસાણા

ઉત્તર ગુજરાતની જીવા દોરી સમાન ધરોઈ જળાશયમાં 90.85 ટકા જળ પુરવઠો એકત્રિત થતા હાઇ એલર્ટ યથાવત રખાયું છે. ધરોઈ ડેમમાં પાણી સમાવવાની ક્ષમતા 813.14 મિલિયન ઘનફૂટ છે.ક્ષમતાની સાપેક્ષમા જળાશયમાં 738.74 મિલિયન ઘનફૂટ પાણી એકત્રિત થઈ ગયું છે. જોકે, હવે ઉપરવાસમાંથી પાણીની આવકમાં ઘટાડો થયો છે.અરવલ્લીની ડુંગર માળાઓમાંથી હાલમાં ડેમમાં 1,100 ક્યુસેક પાણી ઉમેરાય છે. આ આવક પૈકી 455 ક્યુસેક પાણી હેઠવાસમાં સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલમાં 645 ક્યુસેક પાણી કેનાલમાં છોડાઈ રહ્યું છે.બીજી તરફ મહેસાણા જિલ્લામાં અષાઢ મહિના દરમિયાન ચોમાસાની ઋતુમાં કુલ વરસાદ સામે 59.95 ટકા મેઘ મહેર થવાને કારણે ધરોઈ ડેમના પાણીની સિંચાઈ કરવા માગ ઉઠી નથી. મહેસાણા જિલ્લામાં ઊંઝા તાલુકામાં જ 38.21 ટકા જ વરસાદ નોંધાયો છે. જ્યારે વિજાપુર તાલુકામાં 88.61 ટકા જેટલો વરસાદ પડ્યો છે. ધરોઈ જળાશયમા 90.85 ટકા જેટલો જળ પુરવઠો એકત્રિત થતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હોય પરંતુ હેઠવાસના વિસ્તારમાં રહીશોએ ચિંતા નહીં કરવા ધરોઈ વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદની કોઈ આગાહી ન હોવાનું સામે આવ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.