મહેસાણા નગરપાલિકા દ્વારા બે વોર્ડમાં કચરો નાખી ગંદકી ફેલાવતા 53 વેપારીઓ પાસેથી 8,400 નો દંડ

મહેસાણા
મહેસાણા

મહેસાણા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા મામલે મોઢેરા રોડ અને રાધનપુર રોડ પર તપાસ કરતા કેટલાક વેપારીઓ જાહેરમાં કચરાનો નિકાલ કરતા ઝડપાયા હતા. કચરાનો નિકાલ કરી જાહેરમાં ગંદકી ફેલાવવા મામલે પાલિકાએ વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરી હતી.મહેસાણા નગરપાલિકામાં સેન્ટરી શાખાના 8 વોર્ડ પૈકી મોઢેરા રોડ અને રાધનપુર રોડ એમ બે વોર્ડમાં કચરાનો જાહેરમાં નિકાલ કરતા 12 જેટલા વેપારીઓને પાલિકા દ્વારા નોટીસ આપવામાં આવી હતી. જે બાદ પણ આ બે વોર્ડમાં કેટલાક વેપારીઓ જાહેરમાં કચરો નાખી ગંદકી ફેલાવતા હોઈ પાલિકાની સેનેટરી શાખાની ટીમ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં વોર્ડ ઇન્સ્પેકટર કૃપાલ બારોટ દ્વારા મોઢેરા રોડ વોર્ડમાં કુલ 49 નાના મોટા વેપારીઓ પાસે થી ગંદકી મામલે 7,300 અને અમિત બારોટ દ્વારા રાધનપુર રોડ વોર્ડમાં ચાર વેપારીઓ પાસે થી 1,400 મળી કુલ 53 વેપારીઓ પાસેથી 8,400 જેટલો દંડ વસુલવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા હાનિકારક પ્લાસ્ટીબેગ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોવા છતાં મહેસાણાના બજારોમાં આવા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવતો હોઈ નગરપાલિકાની ટીમ દ્વારા 1 કિલો પ્લાસ્ટિકની બેગ જપ્ત કરવામાં આવી હતી. પાલિકાની ટીમ દ્વારા તમામ 8 વોર્ડમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ અને ગંદકી ફેલાવવા મામલે હવે દંડનીય કાર્યવાહી કરવામાં આવનાર છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.