મહેસાણા પાલિકા હસ્તકની 716 દુકાનોમાંથી ભાડા પેટે 7 માસની રૂપિયા 46 લાખની તોતિંગ આવક

મહેસાણા
મહેસાણા

શહેરના વિવિધ વિસ્તારોમાં સાત જેટલા શોપિંગ સેન્ટર પાલિકા હસ્તકના આવેલા છે. જેમાંથી 735 દુકાનો ભાડાથી વેપારીઓને આપવામાં આવી છે. જે પૈકીની 19 દુકાનો ખાલી રહી છે જેનું ભાડુ પાલીકા દ્વારા દુકાનદારો પાસેથી વસૂલવામાં આવે છે. છેલ્લા સાત માસમાં પાલિકાની જમીન ભાડાની આવક રૂપિયા 46 લાખ નોંધાઇ છે. જેમાં સૌથી વધુ આવક રૂપિયા 29.55 લાખની કિઓસ્ક હોડીંગ્સની, સૌથી ઓછી એક લાખની આવક દુકાન નામ ટ્રાન્સફર ફીની આવકનો સમાવેશ થાય છે. તેમજ દુકાન ભાડા પેટે રૂપિયા 2,72,42 ઓએફસી કેબલ ભાડુ, રૂ. 6,08,461 મંડપ સ્ટોલ વિકાસ ફાળો, રૂ. 1,200700 પરચુરણ જમીન ભાડાની આવક, રૂ. 5,35,500 મળી કુલ 46 લાખની તોતિંગ આવક નગરપાલિકાને જમીન ભાડા પેટે થઈ હોવાનું જમીન ભાડા શાખાના માંથી જાણવા મળ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.