ખેરાલુના માધુગઢ ગામની સીમમાંથી જુગાર રમતા 7 જુગારીયાઓ ઝડપાયા

મહેસાણા
મહેસાણા

મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ઠેર-ઠેર ચાલી રહેલા જુગારધામ પર દરોડા પાડી જુગારીઓને ઝડપી લેવામાં આવી રહ્યા છે. ત્યારે ખેરાલુ તાલુકાના માધાગઢ ગામની સીમમાં જુગાર ધામ અંગે પોલીસને જાણ થતાં દરોડા પાડી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી લીધા હતા.મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના માધાગઢ ગામની સીમમાં ઠાકોર ગમાંજી જીવણજી નામનો શખ્સ બહારથી માણસો બોલાવી પોતાના આર્થિક ફાયદા માટે પોતાના ખેતરમાં જુગાર રમડાતો હોવાની બાતમી મહેસાણા એલસીબી ટીમના પી.એસ.આઈ એમ.ડી ડાભીની ટીમના પો.કો રશમેન્દ્ર સિંહ થતા અક્ષય સિંહને મળી હતી. જેથી સમગ્ર મામલે ટીમે સાથે મળી બાતમી વાળી જગ્યા પર દરોડા પાડયા હતા.દરોડા દરમિયાન પોલીસે કુલ સાત જુગારીઓને પત્તા રમતા ઝડપી લીધા હતા. જેમાં ઝડપાયેલા જુગારીઓ પ્લાસ્ટિકના કોઈન પર રકમ લખી તે મારફતે જુગાર રમતા હોવાનું સામે આવતા પોલીસે 163 કોઈન કબ્જે કર્યા હતા. આમ રેડ દરમિયાન સાત જુગારી પાસેથી 22,870 રોકડા, દાવ પરથી મળેલ રકમ 4000, ચાર મોબાઈલ કિંમત 11,000, તથા એક ગાડી કિંમત 3 લાખ મળી કુલ 3,37,870 નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.