ખેરાલુમાંથી શેરબજારમાં વધુ વળતર આપવાની લાલચ અપાવીને 6.40 લાખ પડાવ્યા

મહેસાણા
મહેસાણા

શેરબજારમાં વધુ વળતર આપવાની લાલચ અપાવીને 6.40 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું મહેસાણામાં ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ફરી પાછું ઝડપાયું છે. વિસનગર અને ખેરાલુમાંથી ડબ્બા ટ્રેડિંગ ઝડપાયું છે. આમ શેરબજારનું રેકેટ ગેરકાયદેસર ચાલી રહ્યુ છે.મોબાઇલો સહિતનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. મહેસાણા LCBએ ઠગગેંગની ધરપકડ કરી છે. શેરબજારમાં વધુ વળતર આપવાની લાલચ અપાતીને 6.40 લાખ પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.મળતી માહિતી મુજબ, મહેસાણાના ખેરાલુમાં ધમધમતું ડબ્બા ટ્રેડિંગ આખરે ઝડપાયું છે.

શેરબજારમાં વધુ વળતર આપવાની લાલચ અપીને યૂપીના હોંશિયારસિંગ નામના વ્યક્તિને ફસાવ્યો હતો. શેરબજારનો ગેરકાયદે વેપાર કરતી ઠગ ગેંગે વધુ વળતરની લાલચ આપીને હોંશિયારસિંગ પાસેથી 6.40 લાખ પડાવ્યા હતા. મહેસાણા LCBએ ઠગગેંગની ધરપકડ કરીને રોકડ સહિત 11.42 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. LCBએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.શેરબજારના નામે લોકોને ટિપ્સ આપી ખાનગી મકાન, ખેતર અને કારમાં બેસી મેળવેલ કોન્ટેક્ટ લિસ્ટના સંપર્કો કરી આ કૌભાંડ આચરવામાં આવ્યું છે. વધુ રૂપિયા રળવાની લાલચ આપીને નાણાં રોકાવી કોઈપણ જાતના લાયસન્સ વિના શિક્ષિત અને અભણ લોકો દ્વારા ડબ્બા ટ્રેડિંગ ચલાવવામાં આવી રહ્યું છે. માત્ર ફોન કરીને કરોડો રૂપિયા ખાતામાં જમા થયા બાદ તે ઉપાડી લઈ છેતરપિંડી કરવામાં આવે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.