મહેસાણા શહેરના કમળપથ રોડ ઉપર બાઇક સ્ટંટ કરતાં 5 નબીરાઓને ઉઠક બેઠક કરાવાઇ

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરના સીજી રોડ કહેવાતા રાધનપુર રોડથી મોઢેરા રોડને જોડતા કમળપથ ઉપર રાત પડતાંની સાથે જ નબીરાઓ મોંઘી બાઇક અને કાર લઈને સ્ટંટ કરવા માટે ઉપડી જતાં હોય છે. ત્યારે દિવ્ય ભાસ્કરે સ્થાનિક રહીશોની રજૂઆતને વાચા આપતાં સફાળી જાગેલી બી ડિવિઝન પોલીસે બુધવારે રાત્રે કમળપથ પરથી એક સ્પોર્ટ સહિત પાંચ બાઈકો કબજે કરી બાઇક ઉપર સ્ટંટ કરી રહેલા આ પાંચ નબીરાઓને માફી મંગાવી ઉઠક બેઠક કરાવી હતી. જ્યારે ઓવરસ્પીડમાં જતી સ્કોર્પિયોચાલકની ધરપકડ કરી હતી. પરંતુ સ્કોર્પિયો જપ્ત કરવાના બદલે પોલીસે તેના માલિકને બોલાવી પરત સોંપી દીધી હતી.

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટનાની જેમ મોઢેરા રોડથી રાધનપુર રોડને જોડતા કમળપથ ઉપર આવા સ્ટંટબાજોથી ગંભીર અકસ્માતની ઘટના બને અને કોઈનો જીવ જાય તે પૂર્વે સ્થાનિક રહીશોએ કરેલી રજૂઆતને દિવ્ય ભાસ્કરએ વાચા આપતાં બી ડિવિઝન પોલીસ મથકના પીઆઇ બી.વી. પટેલ અને તેમની ટીમે બુધવારે રાત્રે કમળપથ ઉપર પહોંચી બાઇક ઉપર સ્ટંટ કરી રહેલા પાંચ નબીરાઓને પકડી માફી મંગાવી ઉઠક બેઠક કરાવી હતી. જ્યારે એક સ્પોર્ટ્સ અને ચાર મળી પાંચ બાઇક કબજે કર્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.