મહેસાણાના ફતેપુરા સર્કલ પાસે આવેલા કોમ્પલેક્ષ નજીક પાર્ક કરેલ બે દુધના ટેન્કરમાંથી 4 બેટરીઓ ચોરાઈ

મહેસાણા
મહેસાણા

મહેસાણાના ફતેપુરા ચોકડી પાસે ખોડિયાર કોમ્પલેક્ષના પાર્કિગમાં પાર્ક કરેલ દુધના બે ટેન્કર માંથી રાત્રી દરમિયાન અજાણ્યા તસ્કરો પાર્કિગમાં ઘુસી આવી ચાર બેટરીઓ ચોરી રફુચક્કર થઈ ગયા હતા.સમગ્ર ચોરીની ઘટના નજીકમાં લાગેલા સિસિટીવી કેમેરામાં કેદ થવા પામી હતી.ઘટના અંગે મહેસાણા તાલુકા પોલીસમા અજાણ્યા તસ્કરો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ છે.મહેસાણાના ફતેપુરા સર્કલ પર આવેલ ખોડિયાર કોમ્પલેક્ષમાના F-22માં આવેલ સચિન ટ્રાન્સપોર્ટની ઓફિસ સામેના પાર્કિગમાં મુકેલા દુધના બે ટેન્કર માંથી બેટરી ચોરીની ઘટના સામે આવી.જેમાં ટેન્કરના ડ્રાઈવરો રાત્રી દરમિયાન પોતાન ટેન્કરના કેબિનમાં સુઈ રહ્યા હતા.એ દરમિયાન GJ02ZZ1949 નમ્બર અને GJ02XX8511 ના દુધના ટેન્કર માંથી મધરાત્રે અજાણ્યા તસ્કરોએ બેટરીઓ ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.આજે વહેલી સવારે ડ્રાઈવરો ઉઠીને ગાડી ચાલુ કરતા ચાલુ થઈ નહોતી.બાદમાં તપાસ કરતા બે ટ્રકમાં થી બેટરીઓ ચોરીઈ હોવાનું સામે આવ્યું હતું.ઘટના પગલે ટ્રાન્સપોર્ટના મહેતા ને જાણ કરતા ચંપાલાલ ગુર્જર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.જ્યાં સીસીટીવી તપાસ કરતા રાત્રી દરમિયાન એક અજાણ્યો તસ્કર રાત્રે 1 થી 2 વાગ્યા સુધીમાં ટેન્કરો ની આજુબાજુ ફરતો જોવા મળ્યો હતો. ઘટના પગલે મહેતાએ કુલ 4 બેટરી કિંમત 34000 ની બેટરીઓ ની ચોરી અંગે મહેસાણા તાલુકા પોલીસમાં અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.પોલીસે પણ તસ્કરોને ઝડપવા ચક્રોગતિમાન કર્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.