વિસનગરના કીર્તિતોરણ જેવા પ્રવેશદ્વારવાળા શ્રીકૃષ્ણ મંદિરને 4.99 કરોડ ફાળવાયા

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકાના વાલમ ગામ ખાતે આવેલા કિર્તીતોરણ જેવા પ્રવેશદ્વાર વાળી શ્રીકૃષ્ણ મંદિરને રૂ. 4.99 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં મંદિરના વિકાસ માટે સરકાર દ્વારા 4.99 કરોડ ફાળવવામાં આવ્યા છે. 900 વર્ષ અગાઉ સિદ્ધરાજ જયસિંહએ બનાવેલા મંદિર અતિ પ્રાચીન અને પૌરાણિક છે. મંદિરમાં જીણોદ્વાર, સત્સંગ હોલ, ધર્મશાળા, સંડાસ-બાથરૂમ, પાણી સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે.ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા રાજ્યના ગ્રામ કક્ષાના નાના દેવ સ્થાનોના વિકાસ માટે મુખ્યમંત્રી સાથે બેઠક યોજી હતી. જેમાં મુખ્યમંત્રીએ 37.80 કરોડની મંજૂરી આપી છે. જેમાં ઉત્તર ગુજરાતના 10 દેવ સ્થાનો માટે 24.62 કરોડ મંજૂર કરાયા છે. જેમાં મહેસાણાના 7 મંદિરો માટે 19.14 કરોડ મંજૂર કરાયા છે. જેમાં વિસનગર તાલુકાના વાલમ ગામે આવેલ 900 વર્ષ પ્રાચીન અને કીર્તિતોરણ પ્રવેશદ્વારવાળી શ્રીકૃષ્ણ મંદિરને સૌથી વધુ 4.99 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં ગ્રાન્ટનો મંદિરના વિવિધ વિકાસના કામોમાં અને યાત્રાધામ તરીકે તેનો ઉપયોગ કરવામાં આવશે.


કૃષ્ણ મંદિરના ટ્રસ્ટી પિયુષ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે, વાલમ ગામનું આ મંદિર અતિ પ્રાચીન છે. આજથી 900 વર્ષ પહેલાં સિદ્ધરાજ સોલંકી દ્વારા સન 1130મા આ મંદિર બનાવવામાં આવ્યું હતું. એ વખતે સિદ્ધરાજ સોલંકી દ્વારા સ્વયં વરાહ ભગવાનના વિગ્રહની સ્થાપના કરવામાં આવી હતી. એવું કહેવાય છે ભારતભરમાં વરાહ ભગવાનના મંદિરો ખૂબ જૂજ હતા જેમાંનું આ એક મંદિર છે. જ્યારે સત્તરમી સદીમાં મુગલોના આક્રમણો થયા એ દરમિયાન ઘણા બધા મંદિરો ખંડિત થયા એવામાં વાલમ ગામમાં આવેલા મંદિરને અને ભગવાનના વિગ્રહને પણ ખંડિત કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સવંત 1857મા લક્ષ્મણદાસજી મહારાજ અને ગ્રામજનો દ્વારા શ્રી રણછોડરાયજીના સિંહ વિગ્રહને જે આજે પણ તમે જોઈ શકો છો. દ્વારકામાં ભગવાનના વિગ્રહની સ્થાપના થઇ હતી તેવી જ અહીં પણ કરવામાં આવી હતી. જ્યારે અહીં ભગવાનના દર્શન કરો છો ત્યારે અહીંનાં ભગવાન અને દ્વારકાના કૃષ્ણ વચ્ચે ફરક લાગશે નહિ. જેથી ઇતિહાસની દ્રષ્ટીએ વાલમ ગામનું મંદિર અતિ પ્રાચીન છે. અહીં જે કીર્તિતોરણ આવેલા છે તે વડનગર અને વાલમમાં જ જોવા મળે છે બીજે ક્યાંય જોવા મળતું નથી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.