મહેસાણામાં લોકડાઉનમાં ટાવરની એંગલો સહિત 4.25 લાખના મુદ્દામાલની ચોરી 

મહેસાણા
મહેસાણા

કોરોના મહામારી દરમ્યાન અપાયેલા લોકડાઉન વચ્ચે મહેસાણા શહેરમાંથી લોખંડની પાઇપો અને ટાવરનો સરસામાન 4.25 લાખનો સામાન ચોરી થયાની ઘટના સામે આવી છે. અમન ઇન્ફ્રા ડેવલોપર કંપનીના સુપરવાઇઝરે લોકડાઉનમાં વતન ગયા દરમ્યાન ચોરી થઇ હોવાથી ફરીયાદ મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે નોધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મહેસાણા શહેરના રેલ્વેલાઇન નજીકના દેસાઇનગરમાં મૂળ ઉત્તરપ્રદેશના ફીદાહુસૈન રજાહુસૈન પઠાણ ભાડેથી રહે છે. આ સાથે તેમો અમન ઇન્ફ્રા ડેવલોપર નામની ખાનગી કંપનીમાં સુપરવાઇઝરનું કામ કરે છે. ગત તા.13/03/2020ના રોજ તેઓ મહેસાણાથી ઉત્તરપ્રદેશ વતન જવા નિકળ્યા હતા. આ દરમ્યાન ટાવરની લોખંડની એંગલો તથા ટાવરનો સરસામાન આશરે પ ટન જેટલો માલ કિ.રૂ.4,25,000નો માલ મકાનમાં તેમજ ધાબા પર મુકેલ હોવાથી તાળુ મારી બંધ કરી ગયા હતા.

ફીદાહુસૈન લોકડાઉન બાદ તા. 17/08/2020ના રોજ વતનથી પરત મહેસાણા આવ્યા હતા. જ્યાં ભાડેથી રહેતા મકાનનું તાળું તુટેલું જોતાં તેઓ ચોંકી ઉઠી તાત્કાલિક તેમની કંપનીના એમડીને ફોન કર્યો હતો. જેથી એમડીએ પોલીસ ફરીયાદનું કહેતાં તેમને કુલ કેટલા મુદ્દામાલની ચોરી થઇ તે જાણી મહેસાણા બી ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે. જેમાં લોખંડની એંગલો તથા ટાવરનો સરસામાન 5 ટન જેટલો જેની કુલ કિ.રૂ.4,25,000 અને બોલેરો ગાડીનું એક ટાયર ચોરી કરી તસ્કરો ફરાર થયાનું લખાવ્યુ છે. પોલીસે અજાણ્યા ઇસમો સામે આઇપીસીની કલમ 454, 457, 380 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.