કડી પોલીસ સ્ટેશન સહિત 37 એકમોમાં મચ્છરના બ્રિડીંગ મળતા નોટીસ ફટકારી

મહેસાણા
મહેસાણા

કડી તેમજ તાલુકા વિસ્તારોમાં દિવસેને દિવસે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છર જન્ય રોગોમાં વધારો થતા આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે. આરોગ્ય વિભાગે ચાર દિવસમાં કડી તાલુકા તેમજ શહેરની અંદર આરોગ્ય વિભાગની અલગ અલગ ચાર ટીમો બનાવીને અલગ અલગ વિસ્તારો તેમજ એકમો, શાળા, કોલેજોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં 37 એકમોમાં મચ્છરના બ્રિડિંગ મળી આવતા શરૂઆતમાં તેઓએ નોટિસ ફટકારી તાકીદે સાફ-સફાઈ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી.ચોમાસાની સિઝનમાં અનેક ઠેકાણે પાત્રોમાં પાણી ભરાઈ જવાથી મચ્છરોની ઉત્પત્તિ થાય છે અને જેના કારણે ડેન્ગ્યુ, મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો થવાની સંભાવના જોવા મળતી હોય છે. મચ્છરજન્ય રોગોને અટકાવવા સારું આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે અને 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી આરોગ્ય વિભાગની 4 ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં તપાસ હાથ ધરી હતી. જેમાં કડી પોલીસ સ્ટેશન, આદર્શ હાઇસ્કુલ, કરણ નગર રોડ સહિત 37 એકમો ઉપર મચ્છરના બ્રિડિંગ મળી આવતા આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી હતી.કડી તાલુકા આરોગ્ય વિભાગના ડૉ. ધર્મેન્દ્ર પટેલ સહિતના આરોગ્ય વિભાગ તેમજ મેડિકલ વિભાગના અધિકારીઓ દ્વારા અલગ અલગ ચાર ટીમો બનાવવામાં આવી હતી અને 14 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધી કરણનગર જીઆઇડીસી, બુડાસણ જીઆઇડીસી, રાજપુર જીઆઇડીસી, જેતપુરા જીઆઇડીસી, સામાજિક અને સરકારી સંસ્થાઓમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં કડી પોલીસ સ્ટેશન, આદર્શ હાઇસ્કુલ કરણનગર રોડ, દલાલ વાયરસ ઉદ્યોગ નગર, પટેલ ઓઇલ મીલ છત્રાલ રોડ, મહાકાળી ભંગાર વડવાળા હનુમાન, મારુતિ ટ્રાવેલ્સ ઉદ્યોગ નગર, મિલન એન્જિનિયરિંગ, ઉદ્યોગ નગર સહિત 37 ફેક્ટરીઓ તેમજ એકમોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતા આરોગ્ય વિભાગે લાલ આંખ કરીને નોટિસ આપી તાકીદે સાફ-સફાઈ કરવા માટે સૂચનાઓ આપી હતી. સાતથી દસ દિવસની અંદર પાણી ભરાયેલા પાત્રોને ચોખા કરવામાં નહીં આવે તો દંડની વસુલાત કરવા માટે પણ સૂચનાઓ આપી હતી. જ્યાં આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી જતા ફેક્ટરીઓ તેમજ ઉદ્યોગિક એકમોમાં ફફડાટ મચી ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.