6 રાજ્યોના 28 પતંગબાજોએ વિવિધ અને પ્રાસંગિક પતંગ ઉડાડીને વડનગરમાં પતંગ મહોત્સવની મજા માણી

મહેસાણા
મહેસાણા

વડનગર સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે આજે જિલ્લા અગ્રણીઓના હસ્તે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાજ્યમાં 7 થી 14 જાન્યુઆરી 2024 સુધી ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ અંતર્ગત આજરોજ વડનગરના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન ખાતે મનાવાતા પતંગ મહોત્સવનો ઉપસ્થિત સૌ પતંગ રશિયાઓ આનંદ લીધી હતોસવાગત પ્રવચનમાં નિવાસી અધિક કલેકટર એસ.સી સાવલિયાએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો ઉદ્દેશ અને મહત્વ સમજાવીને મહેસાણા જિલ્લામાં યોજાઇ રહેલા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું મહત્વ સમજાવ્યું હતું.ગુજરાત પ્રવાસન નિગમ લી.ના ઓ.એસ.ડી.આર આર ઠક્કરે જણાવ્યું કે, વડનગર ખાતે યોજાઇ રહેલા બીજા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પ્રસંગે પધારેલા 16 દેશોના તેમજ સૌ પતંગ પ્રેમીઓને આવકારીને વડનગરમાં ભવિષ્ય થનારા વિકાસ કામો વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. તેમજ વડનગરના સ્પોર્ટસ સંકુલના વિકાસ અંગે પણ માહિતી આપી હતી. પતંગ મહોત્સવ વિકાસનો પર્યાય બનશે એમ પણ તેમણે જણાવ્યું હતું.


આજે 16 દેશના 42 પતંગ બાજો અને 6 રાજ્યોના 28 પતંગ બાજોએ વિવિધ અને પ્રાસંગીક પતંગ ઉડાડીને પતંગ મહોત્સવ પ્રારંભ કરાવ્યો હતો. આ પતંગ મહોત્સવમાં બહેરીન, કોલંબિયા., હંગેરી, ઇન્ડોનેશિયા, જાપાન, મેડાગાસ્કા, માલટા, મોરેશિયસ, મેક્સિકો ,મોરોક્કો રશિયન ફેડરેશન, સાઉદી અરેબિયા, સ્લોવાકિયા, શ્રીલંકા, થાઇલેંડ અને યુ.એસ.એ ના 42 પતંગબાજ તેમજ દેશમાંથી કેરલા, ઓરિસ્સા, સિક્કિમ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને ગુજરાતના 28 પતંગબાજોએ ભાગ લીધો હતો.પતંગ મહોત્સવમાં દેશ વિશે વિદેશના પતંગ રશિયાઓએ સ્થાનિક સંસ્કૃતિ કાર્યક્રમ મન ભરીને માણ્યો હતો. તેમજ તેઓએ આકાશમાં વિવિધ દેશપ્રેમના અને સનાતન ધર્મના તેમજ પ્રાસંગિક જાતના પતંગો ઉડાડીને વડનગરનું આકાશ પતંગ રસિયાઓની જેમ રોમાંચિત કરી દીધું હતું. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેનારા પતંગ બાજોએ તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માદરે વતન વડનગરની ભૂમિ પર પતંગ ઉત્સવ મનાવવાનું અવસર મળ્યો તેનો આનંદ વ્યક્ત કર્યો હતો

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.