મહેસાણામાં દિવાળીના તહેવારમાં ત્રણ દિવસ દરમિયાન 236 ઈમરજન્સી કેસ નોંધાયા
મહેસાણા જિલ્લામાં દિવાળીના તહેવારો દરમિયાન 108ની ટીમો પોતાના લોકેશન પર ખડેપગે રહી પોતાની કામગીરી નિભાવી હતી. દિવાળીના તહેવારમાં આગથી દાઝવાના, અકસ્માત, શ્વાસ લેવામાં તકલીફ સહિતના કેસો સામે આવ્યાં હતા. દિવાળીના દિવસે 108ની 19 એમ્બ્યુલન્સ સહિત ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી હતી. 108ની ટીમો ખડે પગે રહી ત્રણ દિવસમાં 236 ઈમરજન્સી કેસમાં દર્દીઓને સારવાર પુરી પાડી હતી. તો દર્દીઓને જિલ્લાની અલગ અલગ હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.
મહેસાણા જિલ્લામાં રેગ્યુલર દિવસો કરતા દિવાળીના તહેવારોમા ઇમરજન્સી કેશોમાં વધારો થાય છે જેમાં રોડ એક્સિડન્ટ, આગથી દાઝવાના, શ્વાસ લેવામાં તકલીફ તો મારામારીના કેસમાં વધારો જોવા મળતો હોય છે. આ વર્ષ દિવાળીના તહેવારથી ભાઈ બીજના દિવસ સુધીમાં ત્રણ દિવસ દરમિયાન 236 જેટલા ઇમરજન્સી કેસ આવતા ત્રણ દિવસો સુધી 108ની ટીમો દોડતી રહી હતી. દર્દીઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતા.ત્રણ દિવસમાં સૌથી વધારે ઇમરજન્સી કોલ નવા વર્ષ નોંધાયા હતા. બેસતા વર્ષના દિવસે 97 કેસમાં 108ની એમ્બ્યુલન્સની ટીમો દર્દીઓને સારવાર અર્થે દોડી હતી