વિસનગરની સહજાનંદ ઇંગ્લિશ મિડીયમ સ્કૂલ ખાતે 22મો વાર્ષિક રમતોત્સવ યોજાયો

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં આવેલી સહજાનંદ ઇંગ્લીશ મિડીયમ સ્કૂલ 25 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે સ્કૂલમાં વિવિધ કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સ્કૂલ ખાતે 22માં વાર્ષિક રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઓલિમ્પિક ગેમ્સ જેવો માહોલ સર્જાયો હતો. જેમાં બાળકોએ ઓલિમ્પિક ગેમ્સ જેવી રમતોમાં ભાગ લીધો હતો. આમ બાળકોની રમતો જોઈ દર્શકો મંત્રમુગ્ધ બની ગયા હતા.


શહેરમાં આવેલી સહજાનંદ ઈંગ્લીશ મિડીયમ સ્કૂલના 25 વર્ષ પૂર્ણ કરી રહી છે ત્યારે સ્કૂલમાં વિવિધ કાર્યકમોનુ આયોજન કરવામાં આવે છે. જે કાર્યકમ અંતગર્ત શાળામાં 22માં વાર્ષિક રમતોત્સવનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ રમતોત્સવમાં ઓલમ્પિક જેવો માહોલ સર્જાયો હતો. જેમાં રમતોત્સવમાં ટોર્ચ લાઈટિંગથી કરવામાં આવી હતી રમતવીરોએ શરૂઆતમાં ઓલિમ્પિક જેવી મશાલ સાથે દોડ લગાવી હતી. આ રમતોત્સવમાં કરાટે, દંબેલ, રીંગ ડાન્સ, દોડ સહિતની રમતો યોજાઈ હતી. જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોની રમતો જોઈ દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા.આ કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે સી.આર.સી કોર્ડીનેટર પૂર્વીબેન રાવલ, મેનેજિંગ ટ્રસ્ટી ઉદયનભાઈ મહારાજા, એજ્યુકેશન ડાયરેક્ટર રાજુજી પરમાર, આચાર્ય ભાવિનભાઈ પટેલ, વીણાબેન પટેલ સહિત શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.