ઊંઝા ગંગાપુરા રોડ પર આવેલ તમાકુની વખારમાંથી ૨૧૦ ચોરાયેલ બોરીનો ભેદ ઉકેલાયો

મહેસાણા
મહેસાણા

મહેસાણાથી સિધ્ધપુર તરફ જતા હાઇવે રોડ ઉપરથી મેટાડોર ચાલક ઝડપાયો: ઊંઝા શહેરમાં આવેલ રામપુરા ગંગાપુરા રોડ ઉપર આવેલ કનુભાઈ કચરાભાઈ પટેલના નામની તમાકુ સ્ટોક કરવાની વખારમાં તસ્કરો ત્રાટકી વખારમાં પ્રવેશ કરી તમાકુની બોરીઓ નંગ ૨૧૦ કિંમત રૂપિયા ૩,૬૬,૮૦૦ ની મત્તાની ચોરી કરી લઈ જવાની ધટના બની હતી. જે ચોરનો ભેદ ઊંઝા પોલીસે ઉકેલી નાખ્યો છે. ઊંઝા પોલીસે તમાકુની બારીઓ ભરેલ મેટાડોર સાથે એક ઈસમને ઝડપી લઈ મુદ્દામાલ રીકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો અનુસાર ઊંઝા જૂના રામપુરા ખાતે આવેલ શંકરનગર સોસાયટીમાં રહેતા અર્જુનભાઈ કનુભાઈ પટેલ તમાકુનો વેપાર કરે છે. જેઓએ ગંગાપુરા રોડ પર આવેલ કનુભાઈ કચરાભાઈ પટેલની વખારમાં પોતાની તમાકુ રાખેલ હતી જે પૈકી ૨૧૦ તમાકુની બોરી કિંમત રૂપિયા ૩,૬૬,૮૦૦ ની ચોરી થતાં ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

ઊંઝા સર્વેલન્સ સ્કોર્ડ અને પોલીસ સ્ટાફના માણસો સાથે ઊંઝા ટાઉનમાં મિલકત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા પેટ્રોલીગમાં હતા તે વખતે સાથેના અપોકો મનિષકુમાર બાબુલાલ તથા અ.પો.કોન્સ પાર્થકુમાર નરસિંહભાઇનાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે, ઊંઝા રામપુરા ગંગાપુરા રોડના નજીકમાં કનુભાઇ કચરાભાઈ પટેલ નામની તમાકુ સ્ટોક કરવાની વખારમાંથી તમાકુની બોરીઓ નંગ ૨૧૦ ની કિંમત રૂપિયા ૩,૬૬,૮૦૦ ની ચોરી થયેલ જે ગુન્હાના કામે ચોરી થયેલ તમાકુનો જથ્થો ભરી એક લાલ કલરનું અશોક લેલન કંપનીનુ મેટાડોર જેના ઉપર વાદળી કલરની પ્લાસ્ટિકની તાડપત્રી બાંધેલ છે.

તે મેટાડોરનો ચાલક પોતાના કબ્જાનુ મેટાડોર ચલાવી લાવી તેમાં ચોરી કરેલ મુદ્દામાલ સગેવગે કરવા અથવા વેચાણ કરવાના ઇરાદે મહેસાણા તરફથી લઈ આવી સિધ્ધપુર તરફ જવાનો છે. જે હકીકત આધારે  મહેસાણાથી સિધ્ધપુર તરફ જતા હાઇવે રોડ ઉપર તનુ મોટર્સથી થોડેક દુર રીંગ રોડના ટી પોઈન્ટ ઉપરથી મેટાડોર ચાલક મોહસીનખાન યુસુફખાન ભીખનખાન જાતે.પઠાણ ઉ.વ.૪૨, ધંધો ડ્રાઇવિંગ રહે.છાટફળી, ફિણાવ ભાગોળ, ગનીમતનગર, મહુધા તા.મહુધા જી.ખેડા વાળાને મેટાડોરમાંથી મળી આવેલ તમાકુ ભરેલ કંતાનની બોરીઓ નંગ ૨૧૦ જેમાં આશરે ૨૬૨ મણ તમાકુ કુલ કિંમત રૂપિયા ૩,૬૬,૮૦૦ ની તથા અશોક લેલન કંપનીનુ મેટાડોર કિંમત રૂપિયા ૧૦,૦૦,૦૦૦ તથા એક વીવો કંપનીનો મોબાઇલ ફોન કિંમત રૂપિયા ૩૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.