મહેસાણામાં કોરોના ત્રાસમાં નવા ૨૦ કેસ, સામે ૪૧ દર્દી સાજા થવાથી ખુશી

મહેસાણા
Mehsana
મહેસાણા

મહેસાણામાં કોરોના સંક્રમણ હવે રોકેટ ગતિએ આગળ વધી રહ્યુ હોય તેમ દરરોજ ડબલ આંકડામાં કેસો નોંધાઇ રહ્યા છે. આજે જીલ્લામાં એકસાથે ૨૦ નવા દર્દીઓનો ઉમેરો થયો છે. જેમાં શહેરી વિસ્તારમાં ‌૧૦ અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૦ મળી નવા ૨૦ કેસ નોંધાયા છે. આ તરફ આજે જીલ્લામાં એકસાથે ૪૧ દર્દી સાજા થતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. આ તરફ આજે ખરોડના ૭૦ વર્ષિય પુરૂષનું સાંઈક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયુ છે. આજે જીલ્લામાં ૧૫ પુરૂષ અને ૫ સ્ત્રીઓ મળી નવા ૨૦ દર્દીઓનો ઉમેરો થયો છે. આરોગ્ય તંત્ર દ્રારા તાત્કાલિક અસરથી આજના દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં મોકલી આપી તમામના સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના એકસાથે નવા ૨૦ કેસ સામે આવ્યા છે. આજે મહેસાણા જીલ્લાના ૫ શહેરમાં ૧૦ અને ૫ તાલુકાઓમાં ૧૦ કેસ સામે આવતાં કોરોના બેકાબૂ બન્યો હોવાનું સ્પષ્ટ થયુ છે. જેને લઇ દર્દીઓના સંપર્કમાં આવેલા પાડોશીઓ ક્યારે અને કેવી રીતે તેમજ કેવા સંજોગોમાં મળ્યા હતા ? તેવા સવાલ ખુદ પોતાને પૂછી સંક્રમિત છે કે નહિ તે જાણવા દોડધામ મચી ગઇ છે. આજે મહેસાણામાં ૭, કડીમાં ૬, વિસનગરમાં ૪, ઉંઝામાં ૨ અને બેચરાજીમાં ૧ મળી નવા ૨૦ દર્દીઓ નોંધાયા છે. આરોગ્ય વિભાગે કોવિડ ગાઇડલાઇન મુજબ તમામ દર્દીઓના એકદમ નજીક અને દૂરથી સંપર્કમાં આવેલા લોકોની શોધખોળ હાથ ધરી છે. આ તરફ જીલ્લામાં આજે એકસાથે ૪૧ દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.

મહેસાણા જીલ્લામાં આજે મહેસાણા શહેરમાં ૪, મહેસાણા તાલુકાના રામોસણામાં ૧, મેઉમાં ૨ કેસ નોંધાયા છે. ઊંઝા શહેરમાં ૧ ઊંઝા તાલુકાના નવાપુરામાં ૧, કડી શહેરમાં ૨ અન કડી તાલુકાના ખાવડમાં ૧, કરણનગરમાં ૧, સુજાતપુરમાં ૧, કુંડાળમાં ૧, વિસનગર શહેરમાં ૩ અને તાલુકાના ખરવડા ગામે ૧ અને બેચરાજી તાલુકાના મોઢેરા ગામે ૧ મળી નવા ૨૦ કેસોનો ઉમેરો થયો છે. મહેસાણા જીલ્લામાં અત્યાર સુધી કોવિડ-૧૯ અંતર્ગત કુલ ૯૩૪૨ સેમ્પલ લેવામાં આવ્યા બાદ ૮૬૯૦ સેમ્પલ નેગેટીવ આવ્યા છે. જેમાં આજે આવેલા ૪૪૨ સેમ્પલના રીઝલ્ટમાં ૪૨૫ સેમ્પલનો રીપોર્ટ નેગેટીવ આવ્યો છે. આજે સરકારી લેબમાં ૧૭ અને ખાનગી લેબમાં ત્રણ કોરોના કેસ સામે આવ્યા છે. જીલ્લામાં હાલ કોરોનાના ૨૪૭ કેસ એક્ટિવ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.