112 શાળાઓને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમાકુ ફ્રી જાહેર કરવામાં આવી

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં આવેલી શાળાઓના કેમ્પસના 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચાતી ન હોય તથા તેનું સેવન પણ કરાતું ન હોય તેવી 112 શાળાઓને જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમાકુ ફ્રી જાહેર કરવામાં આવી છે.

મંગળવારે કલેક્ટર એમ નાગરાજનની અધ્યક્ષતામાં જિલ્લાની 1800 જેટલી શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ ફ્રી કરવા માટે કેવી રીતે આ દિશામાં કામ કરવું, તમાકુનું સેવન કરતાં અને વેચતા લોકો સામે દંડનીય કાર્યવાહી તેમજ તમાકુ ફ્રી શાળા કરવા માટેના માપદંડ શું છે અને તેના કાયદા સહિતની સમજ આપવા જિલ્લાના તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, દરેક તાલુકામાંથી એક પ્રાથમિક અને એક માધ્યમિક શાળાના આચાર્ય, પંચાયત અને આરોગ્ય તંત્ર સહિતના 100થી વધુ લોકોને ખાસ તાલીમ અપાઇ હતી. આ નિમિત્તે જિલ્લાની 112 શૈક્ષણિક સંસ્થાઓને તમાકુ ફ્રી જાહેર કરવામાં આવી હતી કે જ્યાં તમાકુનું સેવન કરાતું નથી કે તેની 100 મીટરની ત્રિજ્યામાં તેનું વેચાણ પણ કરાતું નથી. છેલ્લા 9 મહિનામાં વિવિધ વિભાગો દ્વારા કુલ 2364 કેસ કરાયા છે.

વિજાપુર 22, કડી 20, બહુચરાજી 20, વિસનગર 19, ખેરાલુ 9, ઊંઝા 8, સતલાસણા 6, વડનગર 5, જોટાણા 3.

તમાકુ ફ્રી શાળાના આ 9 માપદંડ નક્કી કરાયા છે

શૈક્ષણિક સંસ્થાના તમામ પરિસરમાં તમાકુમુક્ત વિસ્તારનું સાઈનબોર્ડ પ્રદર્શિત કરવું.

શૈક્ષણિક સંસ્થાના પ્રવેશદ્વાર પર અને બાઉન્ડ્રી વોલ પર તમાકુમુક્ત શૈક્ષણિક સંસ્થાનું સાઈનબોર્ડ પ્રદર્શિત કરવું.

તમાકુ ઉત્પાદનોના ઉપયોગના કોઈપણ પુરાવા સિગારેટ, બીડીના ઠુંઠા, ગુટખાના ખાલી પડીકા, તમાકુના પાઉચ, પિચકારીના ડાઘા પરિસરની અંદર ન હોવા જોઈએ.

પોસ્ટર અથવા બીજા તમાકુના નુકસાન દર્શાવતા સરસામાન અને પરિસરમાં દર્શાવવા.

તમાકુ નિયંત્રણ પ્રવૃત્તિની છેલ્લા છ મહિના દરમિયાન રચના કરવી.

તમાકુ મોનિટરનો હોદ્દો તેમના નામ અને સંપર્ક નંબર સાઇનબોર્ડ પર દર્શાવવા.

શૈક્ષણિક સંસ્થાની આચારસંહિતામાં તમાકુનો ઉપયોગ ન કરવોનો સમાવેશ કરવો.

શૈક્ષણિક સંસ્થાની 100 વારની બહારની દીવાલ ફેન્સીંગ પર માર્કિંગ કરવું.

શૈક્ષણિક સંસ્થાના 100 વારની અંદર કોઈપણ દુકાનદાર તમાકુના ઉત્પાદનો વેચી શકશે નહીં.

આ એવી શાળાઓ છે કે જેની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ વેચાતી નથી કે કેમ્પસમાં ખવાતી નથી

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.