વિસનગરમાં આઠ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા 110 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં કડા રોડ પર આવેલા આઠ ગામ કડવા પાટીદાર સમાજની વાડી ખાતે આઠ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજના તેજસ્વી તારલાઓને મારો સમાજ મારું ગૌરવ થીમ પર ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. સમાજના દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજ દ્વારા મોબાઈલ એપ લોન્ચ કરવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સમાજના આગેવાનો, વડીલો તેમજ બાળકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.વિસનગરમાં આઠ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન કાર્યક્ર્મ યોજવામાં આવ્યા હતા. જેમાં આઠ ગામ કડવા પાટીદાર સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ધોરણ 5થી 12, સ્નાતક, અનુસ્નાતક તેમજ પી.એચ.ડી અને સરકારી નોકરી મેળવનાર 110 વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.


જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરને જ ઈનામ આપવામાં આવ્યા હતા. જેમાં સમાજના કાર્યકમોમાં દાન આપનાર દાતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં આઠ ગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ટૂંક સમયમાં મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવશે તેની જાહેરાત પણ કરવામાં આવી હતી. આ કાર્યકમમાં મુખ્ય મહેમાન તરીકે સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશ પટેલ, અતિથિ વિશેષ તરીકે ડૉ. સંદીપ ભાઈ પટેલ, પ્રમુખ હસમુખકુમાર, રિંકેશભાઈ પટેલ સહિત મંત્રી સહિત હોદ્દેદારો અને સમાજના આગેવાનો, વડીલો, મહિલાઓ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.