શિયાળુ સિઝનમાં ઉત્તર ગુજરાતની 11.33 લાખ હેક્ટર જમીનમાં વિવિધ 20 પ્રકારના પાકોના વાવેતરનો અંદાજ

મહેસાણા
મહેસાણા

ઉત્તર ગુજરાતમાં ઠંડીના ચમકારા સાથે શિયાળુ વાવેતરના શ્રીગણેશ થઇ ચૂક્યા છે. રાયડાના વાવેતર સાથે શરૂ થયેલું વાવેતર સિઝનના અંતે ઉત્તર ગુજરાતની 11.33 લાખ હેક્ટરે પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનિય છે કે, શિયાળુ સિઝનમાં 20 પ્રકારના વિવિધ પાકોનું વાવેતર થતું હોય છે.

ચાલુ સાલે શિયાળુ સિઝનમાં ઉત્તર ગુજરાતની 11,33,060 હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ છે. ધીમે ધીમે વધતી જતી ઠંડી સાથે રાયડાનું પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે. દિવાળીના તહેવારો બાદ કૃષિ વિભાગ દ્વારા વાવેતરના આંકડા લેવાનું શરૂ કરાશે. 5 જિલ્લામાં વાવેતરનો અંદાજ જોઇએ તો, મહેસાણામાં 1,84,116 હેક્ટર, પાટણમાં 1,86,717 હેક્ટર, બનાસકાંઠામાં 4,95,951 હેક્ટર, સાબરકાંઠામાં 1,35,113 હેક્ટર અને અરવલ્લીમાં 1,31,163 હેક્ટરની આસપાસ વાવેતર થઇ શકે છે.

પાક પ્રમાણે જોઇએ તો, ધાન્ય પાકોમાં ઘઉં અને મકાઇ, કઠોળ પાકમાં ચણા, તેલીબીયાં પાકમાં રાયડા, મસાલા પાકમાં જીરૂ, સવા, ઇસબગુલ, ધાણા, લસણ અને વરિયાળી તેમજ બટાટા, તમાકુ, શાકભાજી, ડુંગળી, મેથી, અજમો, ગાજર અને તાંદરજાનું વાવેતર શિયાળું સિઝનમાં થતું હોય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.