મહેસાણા
મહેસાણા

કડી તાલુકાના બાવલુ પોલીસ તેમજ કડી પોલીસ અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન બાવલુ પોલીસને ખાનગી રાહે બાતમી માળી હતી કે રાખડીયા ગામે ઘરની આગળ કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. તેમજ નગરાસણ ગામે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જુગાર રમી રમાડી રહ્યા છે. માહિતી મળતા 10 પોલીસ અને બાવલુ પોલીસે રેડ કરીને 10 ઇસમોને રોકડ રકમ સાથે મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. કડી પોલીસ સ્ટેશનનું સ્ટાફ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન નગરાસણ કેનાલ પાસે પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે નગરાસણ ગામની સીમમાં આવેલ કુવેર નામની જગ્યામાં કેટલાક ઈસમો પોતાના આર્થિક ફાયદા સારું ગેરકાયદેસર જુગાર રમી રમાડી રહ્યા છે. પોલીસે બાતમીની ખરાઈ કરીને બાતમીવાળી જગ્યા ઉપર રેડ કરતા જુગારીઓમાં નાસભાગ મચી જવા પામી હતી. પોલીસે કોર્નર કરીને પાંચ લોકોને જુગાર રમતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા.કડી પોલીસે નગરાસણ ગામે જુગાર રમતા વિષ્ણુજી ઠાકોર (રહે નગરાસણ કડી), રાકેશજી ઠાકોર (રહે નગરાસણ કડી) છત્રસિંહ ગોહિલ (રહે નગરાસણ કડી) ધર્મેન્દ્ર પટેલ (રહે અમદાવાદ) નીરજ પટેલ (રહે ડરણ કડી)ને ઝડપી પાડી રોકડ રકમ 20,500 તેમજ મોબાઇલ સહિત કુલ મુદ્દામાલ 36,730 કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.