વિસનગરના પટણી દરવાજા મહાકાલેશ્વર મહાદેવ મંદિર જવાના રોડ પર કચરાના ઢગ

મહેસાણા
મહેસાણા

અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર ચાલી રહી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 14 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાનની અપીલ કરી હતી. જે અંતર્ગત વિવિધ જગ્યાએ સફાઈ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, પરંતુ વિસનગર શહેરમાં પટણી દરવાજા વિસ્તારમાં આવેલ મહાકાલેશ્વર મહાદેવ મંદિરની અંદર જવાના રોડ આગળ જ સ્વચ્છતા અભિયાનનો ફિયાસ્કો જોવા મળી રહ્યો છે. જેમાં મંદિરની અંદર જવાના દરવાજા આગળ જ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. તેમજ ગાયો પણ આ કચરાના ઢગમાંથી પ્લાસ્ટિક ખાવા માટે મજબૂર બની છે. તો તંત્ર દ્વારા મંદિર આગળના કચરાના ઢગની સફાઈ કરવામાં આવે તેવી ભાવિક ભકતોમાં માગ ઉઠવા પામી છે.અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો પવિત્ર અવસર આગામી તા.22મી જાન્યુઆરીના રોજ યોજાનાર છે. જે સંદર્ભે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તા.14/01/ 2024થી તા.22/01/2024 સુધી દેશભરના તમામ નાના-મોટા ધર્મસ્થાનો ખાતે સાર્વત્રિક રીતે સંપૂર્ણ સાફ સફાઈ હાથ ધરવા આહવાન કર્યું છે. જેમાં વડાપ્રધાનના આહવાન કરવા છતાં પણ વિસનગરમાં આવેલ ધાર્મિક સ્થળો આગળ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. જેમાં પટણી દરવાજા વિસ્તારમાં આવેલ મહાકાલેશ્વર મંદિરની અંદર જવાના રોડ પર જ કચરાના ઢગ જોવા મળે છે. જેના કારણે કચરાના ઢગના કારણે દુર્ગધ પણ ફેલાઇ છે.


જેમાં દુર્ગધ તેમજ કચરાના કારણે મંદિરમાં દર્શન તેમજ પૂજા કરવા આવતા ભાવિક ભક્તો પરેશાન થયા છે. જેના કચરાના ઢગમાં પ્લાસ્ટિક હોવાથી ગાયો પ્લાસ્ટિક ખાવા માટે પણ મજબૂર બની છે. તો અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થનાર છે તે જ દિવસે વિસનગરમાં પણ રામ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે. તો મહાકાલેશ્વર મંદિર જવાના રોડ પર પડેલા કચરાના ઢગને દુર કરવામાં આવે અને સફાઈ કરવામાં આવે તેવી ભાવિક ભક્તો દ્વારા માગ કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.