મહેસાણાઃ વધુ ૩ કોરોના દર્દી, બહાર નિકળતા ચેપ લાગ્યો હોવાનું ખુલ્યું

મહેસાણા
મહેસાણા

મહેસાણામાં આજે કોરોનાના વધુ ત્રણ કેસ નોંધાતા આરોગ્ય તંત્રમાં હડકંપ મચી ગયો છે. અત્યાર સુધી જીલ્લામાં કોરોનાના કુલ ૧૦૫ કેસ નોંધાયા છે. આજે નોંધાયેલા કેસમાં કડીમાં બે અને વડનગરમાં એક મળી કુલ ત્રણ કેસ સામે આવ્યા છે. આ ત્રણેય લોકો અમદાવાદ ગયા હોવાથી ચેપ લાગ્યો હોવાનું સામે આવ્યુ છે. જીલ્લામાં આજે ત્રણ કેસ આવતા આરોગ્ય તંત્ર સંક્રમણ તોડવા કામે લાગ્યુ છે.

મહેસાણા જીલ્લામાં આજે કોરોનાના ત્રણ કેસ આવતા તંત્રમાં દોડધામ મચી છે. કડીની નાથાલાલ પાર્ક સોસાયટીમાં રહેતા અજીતભાઇ સી સુખડીયા(ઉ.૬૬)નો કોરોના ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓને ધંધાર્થે વારંવાર અમદાવાદ જવાનું હોવાથી ત્યાંથી ચેપ લાગ્યો છે. આ તરફ કડીના શુક્ન બંગ્લોઝમાં રહેતા વાસુદેવભાઇ બી ઓડ (ઉ.૪૮)નો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જે નગરપાલિકા કર્મચારી એસ.એ.આર.આઇ છે જેઓને સીમ્સ હોસ્પિટલ અમદાવાદ ખાતે દાખલ કરેલ છે.

વડનગર તાલુકાના ઉણાદ ગામના હરીભાઇ એન.રાવલ(ઉ.૬૦)નો કોરોના ટેસ્ટ પણ પોઝિટીવ આવ્યો છે. ૨૪ મે ના રોજ અસરવાથી અમદાવાદ આવેલ હતા જેઓને ડાયાબીટીસ પણ છે .હરીભાઇને સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે. મહેસાણા જિલ્લામાં કોવિડ-૧૯ની પરિસ્થિતિ મુજબ ૦૧ જુન ૨૦૨૦ સુધી ૧૪૫૭ સેમ્પલ લેવામાં આવેલ હતા.જેમાંથી આજ દિન સુધી ૧૩૩૬ સેમ્પલના પરીણામ નેગેટીવ આવેલ છે. મહેસાણા સોમવારે ૨૩ સેમ્પલના પરીણામ નેગેટીવ અને ૦૩ સેમ્પલના પરીણામ પોઝીટીવ આવેલ છે. જિલ્લામાં હાલમાં ૧૧ સેમ્પલના પરીણામ પેન્ડીંગ છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.