મહેસાણા શહેરના માલગોડાઉન વિસ્તારમાં ગોકુલ ધામ ફ્લેટ નીચે આવેલી સેનેટરીની દુકાનમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. તસ્કરોએ દુકાનના તાળા તોડી 1.65 લાખની મત્તાની ચોરી કરી છે. હરિ કૃષ્ણ સેલ્સ સેનેટરીના માલિક જસમીનભાઈ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે સાંજે દુકાન બંધ કરી ઘરે ગયા હતા. સવારે 6 વાગ્યે અન્ય વેપારીએ ચોરી થયાની જાણ કરતાં તેઓ દુકાને પહોંચ્યા હતા. દુકાનમાંથી અલગ-અલગ નળ ફિટિંગ, બ્રાસ ફિટિંગ, બ્રાસની નિપલો અને સ્પીડલો મળી કુલ 1.50 લાખનો માલ ચોરાયો છે. લોકરમાંથી 15 હજાર રોકડા પણ ચોરી થયા છે. દુકાનના CCTVમાં ચોરીની સમગ્ર ઘટના કેદ થઈ છે. રાત્રે 1 વાગ્યાના સુમારે એક યુવક, એક મહિલા અને એક બાળકીએ ચોરીને અંજામ આપ્યો હતો. તેઓ પોતાની સાથે લાવેલા વાહનમાં માલ ભરી રાત્રે 3 વાગ્યે ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.

- March 8, 2025
0
73
Less than a minute
You can share this post!
editor