મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે. વિજાપુર તાલુકામાં સૌથી વધુ સાડા છ ઇંચ વરસાદ નોંધાયો છે. ખેરાલુ તાલુકામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે. કડી વિસ્તારમાં પોણા બે ઇંચ વરસાદ નોંધાયો છે. સતલાસણા તાલુકામાં સવા ઇંચ વરસાદ થયો છે. વડનગર અને જોટાણામાં પોણો-પોણો ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના બાકીના તમામ તાલુકાઓમાં પણ વરસાદ થયો છે. રાત્રે પડેલા વરસાદના કારણે વિજાપુર શહેરમાં પાણી ભરાઈ ગયા હતા. જોકે સવારે કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરી જતા લોકોને હાલાકી પડી નહોતી.

- July 3, 2025
0
403
Less than a minute
You can share this post!
editor