મહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું

મહેસાણા પોલીસનો મોટો સપાટો : ₹3.36 કરોડના દારૂ પર બુલડોઝર ફેરવી દેવાયું

મહેસાણા જિલ્લામાં ગેરકાયદેસર ઘુસાડવામાં આવતા વિદેશી અને સ્વદેશી બનાવટના દારૂને પકડી પાડી મહેસાણા જિલ્લા પોલીસે સક્રિય કામગીરી કરી હતી. જેમાં ઘણા લાંબા સમયથી જમા થયેલી કુલ નેવું હજાર કરતા પણ વધુ દારૂની બોટલ કે જેની કુલ કિંમત આશરે ત્રણ કરોડ અને છત્રીસ લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી છે તેના પર બુલડોઝર ફેરવી દારૂની તમામ બોટલોનો નાશ કરવામાં આવ્યો છે.

અધધધ કહી શકાય તેટલી દારૂની બોટલો ને લઈને પોલીસની મોટી કાર્યવાહી ત્રણ કરોડ છત્રીસ લાખનો ગેરકાયદેસર દારૂ શહેરના બાયપાસ નજીક નાશ કરવામાં આવતા જિલ્લાના બુટલેગરોમાં હડકંપ મચી જવા પામ્યો છે. મહેસાણા જિલ્લામાં પોલીસ દ્વારા ગેરકાયદેસર દારૂ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જપ્ત કરાયેલ દારૂનો સત્તાવાર રીતે નાશ કરવામાં આવ્યો છે. પોલીસ વિભાગ સહિતના સરકારી અધિકારીઓની હાજરીમાં કાયદાકીય પ્રક્રિયા દ્વારા વિવિધ રેડ દરમિયાન જપ્ત કરેલ દારૂનો  નાશ કરવામાં આવ્યો છે.

જે અનુસંધાને અત્યાર સુધીમાં અનેક લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. નશાની આદત અને નશાના કાળા કારોબારને રોકવા મહેસાણા પોલીસે કડક સંદેશ આપ્યો છે. શંકાસ્પદ પ્રવૃત્તિ અંગે પોલીસને જાણ કરવા જનતાને અપીલ પણ કરવામાં આવી છે. જેના લીધે મહેસાણા પોલીસની સક્રિય કામગીરીને સ્થાનિકોમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. મહેસાણા શહેર સહિત તાલુકાના પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂને સરકારી નિયમનું પાલન કરી તેનો સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *