મહેસાણા તાલુકા પોલીસે બાતમીના આધારે નુગર સર્કલ પાસેથી વિદેશી દારૂની હેરાફેરી કરતી એક કારને ઝડપી લીધી છે. પોલીસે કારમાંથી વિદેશી દારૂ અને બિયરની 936 શીલબંધ બોટલો જપ્ત કરી છે. પોલીસને બાતમી મળી હતી કે ઊંઝા તરફથી એક કારમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે પંચોની હાજરીમાં નુગર સર્કલ પાસે વોચ ગોઠવી હતી. શંકાસ્પદ કારને રોકીને તપાસ કરતાં અંદરથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં માના ઉર્ફે માનસંગ પીરાભાઈ રાજપુત (રહે. અસારાવાસ, તા.વાવ) અને મોહન રામલાલ બિશ્નોઈ (રહે. બારૂડી, તા.ગુજામાલાણી, બોડમેર, રાજસ્થાન)નો સમાવેશ થાય છે. પોલીસે દારૂ અને કાર સહિત કુલ રૂ. 3,69,120નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂ મંગાવનાર સુરેશ જાટ અને તેના માણસ સહિત ચાર શખ્સો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- March 8, 2025
0
66
Less than a minute
You can share this post!
editor