છેલ્લા બે દિવસથી મહેસાણા મહાનગરપાલિકા દ્વારા શહેરના અનેક વિસ્તારોમાં સાગમટે દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગતરોજ શહેરના મોઢેરા ચાર રસ્તા નજીકના દબાણોમાં શાકભાજીની લારીઓ સહિતના નાના મોટા અનેક દબાણો હટાવવાની કાર્યવાહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કરવામાં આવી હતી. મહાનગરપાલિકાના કમિશ્નર રૂબરૂ ઉપસ્થિત રહીને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રોડ રસ્તા પર અડચણ રૂપ થતા તમામ દબાણો દૂર કરવામાં આવતા સંકડા બની ગયેલા રોડ રસ્તા જાહેર જનતા માટે મોકળા કરાવ્યા હતા. શાકભાજીની લારીઓ સહિતના રોડ પર વેપાર કરતા વેપારીઓએ ભારે ઓહાપોહ મચાવ્યો હતો પરંતુ પોલીસની દરમિયાનગીરી હોવાથી શાંતિમય રીતે દબાણ હટાવ્યા હતા.
- January 23, 2025
0
30
Less than a minute
You can share this post!
editor