મહેસાણા જિલ્લાના કડીમાં કોરોના વાયરસે માથું ઉચકતા અચાનક જ આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું, એકાએક કડી માંથી કોરોના વાયરસ જેવા ઘાતક અમે જીવલેણ લક્ષણો ધરાવતા લોકો મળી આવતા જીલા આરોગ્ય વિભાગ દોડતું થકઈ ગયું છે. અત્યાર સુધીમાં સબ સલામતના દાવા ઠોકતું આરોગ્ય વિભાગ ઊંઘ માંથી સફાળું જાગ્યું છે અને હરકતમાં આવી ગયું છે. ત્રણ દિવસના ટૂંકા ગાળામાં આખા મહેસાણા જિલ્લા માંથી ફક્ત કડી શહેર અને તાલુકામાંથી જ કોરોના પોઝીટીવના ત્રણ કેસ મળી આવ્યા છે. જેમાં નાની કડી વિસ્તારમાં રહેતા 51 વર્ષથી પુરુષ અમદાવાદ ગયા હતા જે બાદ તેઓની તબિયત નાદુરસ્ત રહેતા તેઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા હતા જે બાદ તેઓને કોરોના વાયરસ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું હતું. ત્યાર બાદ ફરી એક વ્યક્તિની તબિયત બગડતા તેને પણ દવાખાને દાખલ કરવામાં આવતા તેનામાં પણ કોરોના પોઝીટીવના લક્ષણો મળી આવ્યા હતા.
જ્યારે કડીમાં દિવસેને દિવસે કોરોના કેસોમાં વધારો થવાની સાથે ત્રીજા દિવસે પણ ત્રીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે, જેમાં કડીના ચબૂતરા ચોક પાસે રહેતા એક વયોવૃદ્ધને કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળતાં તે દર્દી અત્યારે સારવાર હેઠળ છે. અત્રે ઉલ્લેખનીય છે કે કડીમાં ત્રણ દિવસના ટૂંકા ગાળામાં શહેરના અલગ અલગ વિસ્તારના ત્રણ લોકો અલગ અલગ લોકોનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા સરકારી તંત્ર તો સરકારી તંત્ર પરંતુ શહેરીજનોમાં પણ કોરોનાનું નામ સાંભળી રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. જ્યાં કડી શહેરના લોકોમાં એક પ્રકારનાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ આરોગ્ય વિભાગ દ્વારા પણ તકેદારીના પગલાં ભરવામાં આવ્યા છે.