વડનગરના તોડકાંડ બાદ ડીએસપીની તાબડતોબ એક્શનમાં 8 પી.આઈ ની સાગમટે બદલી
5 પીઆઈને પોલીસ સ્ટેશનનો ચાર્જ: 3 લિવ રીઝર્વમાં
મહેસાણા જિલ્લામાં નાયબ પોલીસ મહાનિરીક્ષક ડો.તરુણ દુગ્ગલ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટરની એકાએક આંતરિક બદલીઓ કરવામાં આવી છે. સાગમટે આઠ પીઆઇની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં વિવાદાસ્પદ જુગાર કેસમાં બદનામ થયેલા વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ વી.આર.વાણિયાની બદલી લીવ રિઝર્વમાં કરી દેવામાં આવી છે. ઘણા સમય લથી પોલીસ ઇન્સ્પેક્ટર ઓની આંતરિક બદલી થવાની સંભાવનાઓ વર્તાતી આવી હતી. ત્યારે જિલ્લામાં એકાએક આઠ પીઆઇની એક સાથે જ આંતરિક બદલી કરી દેવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આંઠ પીઆઈ પૈકી ત્રણ પોલીસ સ્ટેશનના પીઆઇને લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે જેમની જગ્યાએ અન્ય પોલીસ સ્ટેશનમાંથી અને લીવ રિઝર્વમાં રહેલા પી.ડી.દરજી ને ખેરાલુ પોલીસ સ્ટેશન અને એચ.એલ.જોશીને વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા છે.
મહેસાણા જિલ્લાના વડનગર સ્માર્ટ પોલીસ સ્ટેશનના પીઆઇ વિનોદ વાણીયાને લીવ રીઝવમાં મુકવામાં આવ્યા વડનગરમાં થયેલા તોડ કાંડના કારણે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા તેના સિવાય બીજા સાત પીઆઇઓની પણ બદલી કરવામાં આવી છે. જેમાં પાડાના વાંકે પખાલીને ડામ દેવા જેવો ઘાટ ઘડાયો છે. જ્યારે એક સાથે આંઠ પીઆઈની સાગમટે બદલી કરવામાં આવતા મહેસાણા જિલ્લા પોલીસ વિભાગ આશ્ચર્યજનક સ્થિતિમાં મુકાઈ ગયેલો જોવા મળી રહ્યોં છે તો ક્યાંક અન્ય પોલીસ અધિકારીઓમાં પણ પોતાનો વારો ન આવી જાય તેવો રીતસરનો ફફડાટ વ્યાપેલો જોવા મળ્યો છે.

