પત્રકારો વિશે તોડબાજ શબ્દ પ્રયોગ કરતા રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનો રાજ્યવ્યાપી વિરોધ
પોલીસ વિભાગ દ્વારા પણ પત્રકારો સાથે તોછડાઈ ભર્યું વર્તનનો આક્ષેપ; રાજકારણમાં આજકા પત્રકારોને ટાર્ગેટ બનાવવાની એક નવી ફેશન શરૂ થઈ છે. જેમાં રોજેરોજ જુદા જુદા રાજકીય પક્ષોના નેતાઓ અને મંત્રીઓ દ્વારા પત્રકારોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. સાચા અમે સચોટ પત્રકારત્વ સાથે જોડાયેલા પત્રકારોને સાચું બહાર લાવતા અટકાવવા નેતાઓ અને મંત્રીઓ યેનકેન પ્રકારે પ્રયત્નો કરતા હોય છે. તેવામાં પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે પત્રકારોના વિરોધમાં ભાષાકીય વિવેકનું પણ ભાન રાખતા નથી હોતા. થોડા સમય પહેલા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ વાણી વિલાસ કરી બફાટ કરતા પત્રકારો પર આકરા પ્રહાર કર્યા હતા. જે બાબતને ગંભીરતાથી લઈને પત્રકાર એકતા પરિષદ દ્વારા તેનો રાજ્યવ્યાપી વિરોધ દર્શાવવામાં આવ્યો છે.
ગત રોજ સવારે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસાણા જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રદેશ કક્ષાથી આવેલ આદેશ અને સૂચના મુજબ આવેદન પત્ર આપવાનું નક્કી કરેલ હતું. જે અનુસંધાને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા પત્રકારો વિશે તોડબાજ શબ્દ પ્રયોગ કરી, પત્રકારો પ્રત્યે અસભ્યતા ભરી અભદ્ર વાણી વિલાસથી પત્રકાર જગતનું સ્વમાન ભંગ કર્યું છે તે બદલ તમામ પત્રકારો આક્રોશ સાથે લાગણી દુભાયાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા હોઈ તેમજ ગૃહમંત્રીના તાબા હેઠળ આવતા પોલીસ તંત્ર દ્વારા પણ પત્રકારો પ્રત્યે તોછડાયું વર્તન કરવામાં આવતું હોવાથી પત્રકાર જગતમાં જોડાયેલા દરેક નાના મોટા પત્રકારોની લાગણી દુભાઈ છે.
જેના વિરોધમાં સમગ્ર ગુજરાતના તમામ જિલ્લા કક્ષાએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામા આવ્યું હતું, જેમાં મહેસાણા જિલ્લાના તમામ પ્રદેશ, જિલ્લા તથા તાલુકાના હોદ્દેદારઓએ ઉપસ્થિત રહી પત્રકાર એકતા પરિષદના નેજા હેઠળ પોતાનો વિરોધ દર્શાવી પત્રકાર એકતા પરિષદને સાથ સહકાર આપ્યો હતો. પત્રકાર એકતા પરિષદના મહેસાણા જિલ્લા પ્રમુખ અર્જુનસિંહ ઠાકોરના આહવાન પર પત્રકાર તરીકેનું આપણું સ્વમાન, સ્વાભિમાન જાળવવાની આપણી પોતાની નૈતિક જવાબદારી સમજી જિલ્લાના તમામ પત્રકારોને આવેદનપત્ર આપવા અને સૌનો સાથ સૌનો વિકાસ સૂત્ર સાથે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પોતાના બોલેલા શબ્દો પાછા ખેંચી સાચા પત્રકારોના હિત ખાતર માફી માંગે તેવી હાંકલ કરતા સમગ્ર મહેસાણા જિલ્લાના સૌથી વધુ પત્રકારીએ એકત્રિત થઈને જિલ્લા કલેકટરને આવેદન આપી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.