મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી ખાતે દર વર્ષે પરંપરાગત ચૈત્રી પૂનમનો મેળો યોજાય છે. આ વર્ષે પણ આ મેળો તારીખ 10 એપ્રિલથી 12 એપ્રિલ દરમિયાન યોજાનાર છે. આ મેળાના સુચારું આયોજનના ભાગરૂપે અન્નપૂર્ણા ભોજનાલય, બહુચરાજી ખાતે જિલ્લા કલેકટર એસ.કે.પ્રજાપતિના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરે વિવિધ સમિતિના કન્વીનર, સહ કન્વીનરને તેમને સોંપેલ કામગીરીની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન સહિત વિવિધ સુચન કર્યા હતા.
આ બેઠકમાં જિલ્લા કલેકટરે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનોની બેઠક વ્યવસ્થા, મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન, મેળામાં મંડપ સહિતની આનુસાંગિક વ્યવસ્થા, મેળામાં સ્વચ્છતા જળવાઈ રહે માટે સાફ સફાઈની વ્યવસ્થા, મેળામાં આવતા યાત્રિકોના આરોગ્ય માટે આરોગ્ય વિનહાગની વ્યબસ્થા, ટ્રાફિક વ્યવસ્થા, મેળા દરમિયાન યાત્રાળુઓ માટે પુરતા પ્રમાણમાં પાણીની વ્યવસ્થા, મેળામાં વીજ પુરવઠો સતત જળવાઈ રહે તેમજ મેળામાં આરોગ્ય અંતર્ગત તમામ સુવિધાઓ મળી રહે જેવી વિવિધ બાબતોની સમીક્ષા કરી સંબંધિત કન્વીનરોને તેમની કામગીરી માટે જરૂરી સૂચનાઓ આપી હતી.