મહેસાણા કોર્ટ 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી

મહેસાણા કોર્ટ 3 આરોપીને આજીવન કેદની સજા ફટકારી

યુવતી ભગાડી જવાની અદાવતમાં જન્મ દિવસની ઉજવણીમાં આવેલા યુવાનનું અપહરણ કરી મારમારી ફેંકી દીધો હતો

મહેસાણાના ધોબીઘાટ વિસ્તારમાં વર્ષ 2019માં થયેલા યુવતી ભગાડી જવાની અદાવતના કેસમાં ત્રણ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ બનાવમાં, યુવતી ભાગી જતાં તેના ઘરે આવેલા મહેમાન યુવાનને આરોપીઓએ જન્મદિવસની ઉજવણી દરમિયાન અપહરણ કર્યું હતું અને યુવતી પાછી ન આવે ત્યાં સુધી તેને બંધક બનાવી રાખવાની ધમકી આપી હતી.

યુવાનનું અપહરણ કરીને તેને માર મારીને ફેંકી દેવામાં આવ્યો હતો. સરકારી વકીલ ભરત જી. પટેલની દલીલોને માન્ય રાખીને કોર્ટે આરોપીઓ પટેલ ગોવિંદભાઈ જીવરામભાઈ (રહે. કસલપુર, જોટાણા), પટેલ સંજયભાઈ રમણભાઈ (રહે. બલોલ), અને પટેલ સમીરભાઈ રમણભાઈ (રહે. બલોલ) ને આજીવન કેદની સજા સંભળાવી છે. જોકે, આ કેસમાં એક આરોપીને શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યો છે.

મહેસાણા ધોબીઘાટ રોડ પર આવેલી ધરતી ટાઉનશીપમાં રહેતા હંસાબેને 16 એપ્રિલ 2019માં મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવ્યા મુજબ, એમના દીકરા મૌલિકનો જન્મ દિવસ હોવાથી થરાદથી તેનો મિત્ર ચૌધરી વિષ્ણુ ભાઈ તેના ઘરે આવ્યો હતો.એ જ દિવસે ફરિયાદીનો દીકરો બલોલ ગામની યુવતીને લઈ ભાગી ગયો હોવાથી ફરિયાદીને ઘરે યુવતીના મામા સહિતના લોકો આવી ગાળાગાળી કરી હતી, અને જ્યાં સુધી તેઓની દીકરી ઘરે નહીં આવે ત્યાં સુધી તેઓ ફરિયાદીના દીકરાના મિત્ર ચૌધરી વિષ્ણુભાઈને તેઓના ઘરેથી ગાડી મારફતે અપહરણ કરી ફરાર થઇ ગયા હતા.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *