મહેસાણા જિલ્લામાં કોરોના વાયરસના નવા 3 કેસ નોંધાયા છે. કડી શહેરમાં 1 અને મહેસાણા શહેરમાં 2 પુરુષ દર્દીઓનો RTPCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જિલ્લા વહીવટી વિભાગ અને આરોગ્ય તંત્ર સતર્ક બન્યા છે. હાલમાં જિલ્લામાં 13 દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે, જ્યારે 1 દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 45 કેસ નોંધાયા છે. તેમાંથી 31 દર્દીઓએ કોરોનાને માત આપી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આમ, કુલ 14 દર્દીઓ સારવાર હેઠળ છે અને 31 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

- June 9, 2025
0
350
Less than a minute
You can share this post!
editor