મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનના ઉપક્રમે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયવામાં આવ્યો હતો. જેમા છેલ્લા બે માસમાં ગુમ થયેલા કે ચોરાયેલા 13 મોબાઈલ ફોન મહેસાણા તાલુકા પોલીસ દ્વારા શોધી કાઢી તે મોબાઈલ ફોનના મુળ માલિકોને પરત અર્પણ કરવામાં આવ્યા હતાં. નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ દ્વારા મૂળ માલિકોને ફોન પરત કરવામાં આવ્યા હતા. છેલ્લા બે માસમાં તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 7.25 લાખની કિંમતના 13 ફોન ગુમ થયા હતા જેની ગમ થયાની ફરિયાદ દાખલ થયેલ હોઈ તાલુકા પોલીસે સઘન તપાસ કરીને શોધી કાઢી મુળ માલિકોને પરત કર્યા હતા.
નાયબ પોલીસ મહાનીરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર રેન્જ, નાયબ પોલીસ મહાનીરીક્ષક ર્ડા.તરૂણ દુગ્ગલ તથા નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલ મહેસાણા વિભાગ દ્વારા નાગરીકોના ગુમ/ગેરવલ્લે કે ચોરાઈ ગયેલ મોબાઇલ ફોન શોધી કાઢી મુળ માલીકોને પરત કરવા સુચના આપેલ. જે અન્વયે મહેસાણા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.જી.બડવા સાહિત્ય સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનીક એક્ષપર્ટને જરૂરી સુચના માર્ગદર્શન આપેલ. જે અન્વયે CIER PORTAL મદદથી સર્વેલન્સ સ્ટાફ તથા ટેકનીક એક્ષપર્ટના માણસોએ નાગરીકોના ગુમ/ગેરવલ્લે થયેલ મોબાઇલ ફોન શોધી કાઢી નાયબ પોલીસ અધિક્ષક મિલાપ પટેલના માર્ગદર્શનથી અરજદાર કે મુળ માલીકોને પરત કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.