મહેસાણા એલસીબીએ સબસિડી યુક્ત યુરિયા ખાતરની બેગો જપ્ત કરી બેની ધરપકડ

મહેસાણા એલસીબીએ સબસિડી યુક્ત યુરિયા ખાતરની બેગો જપ્ત કરી બેની ધરપકડ

લક્ષ્મીપુરામાં રેઝિન ફેક્ટરીમાંથી સબસિડી વાળું 100 બેગ યુરિયા ઝડપાયું, બે શખ્સની ધરપકડ

મહેસાણા એલસીબીએ કડી તાલુકાના નંદાસણ નજીક લક્ષ્મીપુરા ગામની સીમમાં મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓમ શોપ નામની ફેક્ટરીમાંથી ભારત સરકારનું સબસિડી યુક્ત નીમ કોટેડ યુરિયા ખાતરની 100 બેગો જપ્ત કરી છે. 9 જાન્યુઆરી 2024ના રોજ એલસીબીને બાતમી મળી હતી કે, લક્ષ્મીપુરા ગામની સીમમાં આવેલી ઓમ શોપ ફેક્ટરીમાં રેઝિન બનાવવા માટે ગેરકાયદેસર રીતે સબસિડી વાળા યુરિયા ખાતરનો ઉપયોગ થઈ રહ્યો છે. પોલીસે દરોડો પાડતાં ફેક્ટરીના કમ્પાઉન્ડમાં એક પિકઅપ ડાલામાંથી યુરિયા ખાતરની બેગો મળી આવી હતી. પોલીસે પિકઅપ ડાલાના ચાલક કરણસિંહ પરમાર (રહે. સોજા, તાલુકો કલોલ) અને ફેક્ટરીના માલિક લાલભાઈ બળદેવભાઈ પટેલ (રહે. લક્ષ્મીપુરા, તાલુકો કડી)ની ધરપકડ કરી છે.

પોલીસે પિકઅપ ડાલા (GJ-18-BV 8553) અને કંપનીના શેડમાંથી કુલ 100 બેગ યુરિયા ખાતર જપ્ત કર્યું છે. ફેક્ટરીના માલિક પાસે યુરિયા ખાતર રાખવા કે વાપરવાની કોઈ પરમિટ ન મળતાં પોલીસે ખાતર અને વાહન સહિત મુદ્દામાલ કબજે લીધો છે. એલસીબીએ ખેતીવાડી વિભાગને જાણ કરી છે. યુરિયા ખાતરના નમૂના પૃથ્થકરણ માટે ગાંધીનગર મોકલવામાં આવ્યા છે. આ ખાતર ખેડૂતોના ઉપયોગ માટેનું હોવાનું જણાયું છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *