મહેસાણા જિલ્લા નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

મહેસાણા જિલ્લા નિવાસી અધિક કલેકટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ- ૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે અંતર્ગત આજરોજ નિવાસી અધિક કલેકટરશ્રી જશવંત કે.જેગોડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર જશવંત કે.જેગોડાએ ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે પ્રકારની કામગીરી કરવા નોડલ અધિકારીઓને જરૂરી સૂચના માર્ગદર્શન આપ્યા હતા.

આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટરે આચારસંહિતાનું અમલીકરણ, કાયદો અને વ્યવસ્થા, મતદાર જાગૃતિ કાર્યક્રમ, હિસાબી બાબત, કોમ્યુનિકેશન પ્લાન, સ્ટાફ ડેટાબેઝ એન્ડ ટ્રેનિંગ મેનેજમેન્ટ, વાહનોની જરૂરિયાત, પોસ્ટલ બેલેટ, બેલેટ પેપર, મતદાન મથકોને લગતી કામગીરી, તમામ મતદાન મથકો ઉપર ફર્સ્ટ એઇડ કીટ તથા આરોગ્ય લક્ષી કામગીરી સહિતની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરી સંબંધિત નોડલ અધિકારીને જરૂરી સૂચના આપી હતી. આ બેઠકમાં વિવિધ નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *